ઉદ્યોગો માટેના પાઈપલાઈન નેચરલ ગેસના ભાવમાં રૂ.7 નો ઘટાડો જાહેર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોરબીના વિખ્યાત સિરામિક ઉદ્યોગ સહિત ગુજરાતના ઉદ્યોગકારોને નવા વર્ષની ભેટ મળી છે. ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગો માટેના પાઈપલાઈન નેચરલ ગેસના ભાવમાં રૂ.7 નો ઘટાડો જાહેર કર્યો છે. જેનાથી ઉદ્યોગ આલમમાં ખુશાલી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રશિયા અને યુક્રેન યુધ્ધને કારણે ભાવમાં બમણો વધારો થઇ ગયો હતો જેના કારણે સિરામિક ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી રહ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડઓઈલના ભાવ ઘટી રહ્યા હોવાથી કંપનીએ પણ રૂ.7 નો ભાવઘટાડો કર્યો છે. હવે ડોલરના ભાવની વધ-ઘટના કારણે ઉદ્યોગકારોને રૂ.46 થી 47 ના ભાવે ગેસ મળશે. જેનાથી મંદીના સમયમાં રાહત પ્રાપ્ત થશે તેમ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં સિરામિક સહિતના ઉદ્યોગોના પ્રશ્ર્ને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે સિરામિક એસોસિએશનના પ્રમુખો દ્વારા વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here