સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એક સાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો છે. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા હતા. પિલરમાં હોલ કરવામાં આવ્યા અને તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યા હતા.
Read About Weather here
ઉત્રાણ પાવર સબ સ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કુલિંગ ટાવરની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. સબ સ્ટેશનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે ન તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોને પણ પસાર થવા દેવામાં આવ્યા નહીં. પોલીસની પીસીઆર વાન પણ સતત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here