ઈસરોનો રીપોર્ટ અમદાવાદ દર વર્ષે સવાથી અઢી સે.મી. જેટલું જમીનમાં ઉતરી રહ્યું છે

ઈસરોનો રીપોર્ટ અમદાવાદ દર વર્ષે સવાથી અઢી સે.મી. જેટલું જમીનમાં ઉતરી રહ્યું છે
ઈસરોનો રીપોર્ટ અમદાવાદ દર વર્ષે સવાથી અઢી સે.મી. જેટલું જમીનમાં ઉતરી રહ્યું છે

જોશીમઠ જેવા દર વર્ષે મહાનગર જમીનમાં ધસી રહ્યું છે તેના કારણમાં દરિયાઈ ધોવાણ અને ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ: ઈસરોના નિષ્ણાંતોનું તારણ

ઉત્તરાખંડના તીર્થનગર જોશીમઠ પર ભારે સંકટ સર્જાયું છે અને આખી નગરી જમીનની અંદર ધસી રહી છે. ગુજરાતના આર્થિક પાટનગર અને ધબકતા મહાનગર અમદાવાદ અંગેના ઈસરોના રીપોર્ટથી હલચલ મચી ગઈ છે. ઈસરોનો અહેવાલ જણાવે છે કે, જોશીમઠની જેમ અમદાવાદ મહાનગર પણ દરવર્ષે સવા થી અઢી સે.મી. જેટલું જમીનમાં ઉતરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જોશીમઠ જે રીતે જમીનમાં ખૂંપી રહ્યું છે એ રીતે અમદાવાદ પણ જમીનમાં ખૂંપી રહ્યાનું ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરનો અભ્યાસ દર્શાવે છે. અમદાવાદ નહીં ગુજરાતના અનેક વિસ્તારો દરવર્ષે એક થી દોઢ સેમી અંદર ઉતરી રહ્યા હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ઘુમકાના અભ્યાસમાં બહાર આવ્યું છે. આ ખરેખર ચિંતા દર્શાવતી સ્થિતિ છે.

અહેવાલ ઉમેરે છે કે, ગુજરાતમાં દરિયાકાંઠાના ધોવાણ અને શહેરોમાં ભૂગર્ભ જળના વધુ પડતા ઉપયોગને કારણે શહેરો અંદર ઉતરે છે. ઈસરો સ્પેસ એપ્લીકેશન સેન્ટરના વૈજ્ઞાનિક રતેશ રામકૃષ્ણન તથા એમના સાથીઓએ ગુજરાત અંગે ખાસ સંશોધન રીપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં દર્શાવ્યું છે કે, ગુજરાતમાં 110 કિ.મી. જેટલા દરિયા કિનારાનું ધોવાણ થઇ ગયું છે. અમદાવાદ જમીનમાં ઊંડે ઉતરી રહ્યું છે તેનું એક કારણ ભૂગર્ભ જળ ઝડપથી ખેંચવાનું પણ છે. જેના પર પ્રતિબંધ મૂકી દેવા નિષ્ણાંતોએ ભલામણ કરી છે. દરિયાઈ ધોવાણને કારણે ગુજરાતે 313 હેક્ટર જમીન ગુમાવી છે.

અગાઉ થયેલા અભ્યાસ મુજબ કચ્છ જિલ્લામાં સૌથી વધુ 45.9 ટકા દરિયાઈ જમીનની ધોવાણ થયું છે. આથી ગુજરાતને 4 રિસ્ક ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. 10 જિલ્લાઓમાંથી સૌથી વધી કચ્છ, જામનગર, ભરૂચ અને વલસાડમાં ઝડપથી દરિયાઈ જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. પરિણામે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 ડિગ્રી અને કચ્છના અખાતમાં 0.75 ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાં વધારો થયો છે.

Read About Weather here

ગુજરાતમાં આ રીતે વલસાડ, નવસારી, કંડલા, ઓખા, ભાવનગર જેવા શહેરો પર વધુ જોખમ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. વિશ્ર્વ સ્તરે પણ દરિયાના જળસ્તર વધવા સાથે તાપમાન પણ વધી રહ્યું છે. એ જોતા નિષ્ણાંતો લાલબતી ધરે છે કે, માત્ર 79 વર્ષ એટલે કે, ઈ.સ.2100 સુધીમાં ભારતના દરિયા કિનારાના 12 શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઇ શકે છે. જેનો અર્થ એ થાય કે લોકોએ સ્થળાંતર કરવું પડે અને મોટાપાયે તારાજી સર્જાઈ શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here