ઈસરોએ સેટેલાઇટના ગુજરાતના કેટલાક ફોટોઝ શેર કર્યા

ઈસરોએ સેટેલાઇટના ગુજરાતના કેટલાક ફોટોઝ શેર કર્યા
ઈસરોએ સેટેલાઇટના ગુજરાતના કેટલાક ફોટોઝ શેર કર્યા
ઈસરોએ હાલમાં જ પોતાના PSLV-C54એ EOS-06 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ મિશન 26 નવેમ્બરે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે ઈસરોએ આ વિશેના ગુજરાતના કેટલાક સુંદર ફોટોઝ શેર કર્યા છે. જેમાં ગુજરાત અને તેનો દરિયાકાંઠાનો વિસ્તાર પણ દેખાઈ છે. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વિશેની અમુક ફોટોઝ શેર કરી હતી.જેમાં ગુજરાત અને તેનો કોસ્ટલ પટ્ટો દેખાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આઠ નેનો ઉપગ્રહોમાં ભૂટાન માટે ISRO નેનો સેટેલાઇટ-2 (INS-2B), આનંદ, એસ્ટ્રોકાસ્ટ (ચાર ઉપગ્રહો) અને બે થાઇબોલ્ટ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, EOS-6 એ Oceansat સિરીઝનો થર્ડ જનરશેનનો ઉપગ્રહ છે. ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)ની આ 56મી ઉડાન છે અને 6 PSOM-Xls સાથે PSLV-XL વર્ઝનની 24મી ઉડાન છે.

Read About Weather here

ગુજરાત દેશનો સૌથી લાંબો કોસ્ટલ એરિયા ધરાવતો વિસ્તાર છે. એટલે આના કારણે સૌથી વધુ ફાયદો માછીમારને થશે. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાની પ્રવૃત્તિઓને સુધારવામાં મદદ કરશે, જેનાથી તેની ઇકોનોમીમાં ફાયદો થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here