આવતીકાલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા:સવારના 10થી 4 વાગ્યા સુધી 3 સેશનમાં વિદ્યાર્થીઓની કસોટી; હોલ ટિકિટ સાથે આઇડી કાર્ડ ફરજિયાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.

બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે હવે આવતીકાલે રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા છે. સવારથી બપોર સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ સાથે રાખવાનું રહેશે.