ગુજરાત એસટી બસમાં મુસાફરી કરવા એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર મુસાફરો માટે આજે રાત્રે 11 વાગ્યા બાદ એસ.ટી બસની ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા પર મુસાફરને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રાત્રે 11 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી મુસાફરો GSRTCની વેબસાઈટ અથવા એપ્લિકેશન પર ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે નહીં. જેથી જે મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવી હોય તો તેઓ આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ટિકિટ બુક કરાવી શકશે. જે બાદ એડવાન્સ ટિકિટ બુક કરવવા માટે મુસાફરોને તકલીફ પડી શકે છે. એસટી નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા બંધ રહેશે. વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here