હવામાન વિભાગ દ્વારા જણાવાયા અનુઆર સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થઈ શકે છે અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
Read About Weather here
આ ઉપરાંત આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શકયતા વ્યક્ત કરાઈ છે.અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા,પાટણ, જામનગર સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઇ શકે છે. બીજી તરફ વરસાદના ચોથા રાઉન્ડ અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here