ગુજરાતભરમાં આજથી શાળાકીય પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં આજથી ધોરણ 10થી 12ની પ્રિલીમ પરીક્ષા શરૂ થઈ છે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની દ્વિતિય પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પહેલા આ પરીક્ષા 27મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના લીધે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 જાન્યુઆરીથી 04 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી. જેમાં ધોરણ 9 અને 11ની દ્વિતિય પરીક્ષા અને ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા શરૂ થવાની હતી. જોકે, તમામ વિદ્યાર્થીઓએ પીએમ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાનું હોવાથી પરીક્ષા એક દિવસ પાછી ઠેલવવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને એક સાથે પરીક્ષા શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here