અમદાવાદમાં 20 જાન્યુઆરીથી ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. એ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે માટીના કુલ્લડ અને ખાસ પ્રકારના વેફર કપ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.10થી 12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે. કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 20 જાન્યુઆરી સુધી દરેક ચાની કીટલી ઉપર તપાસ કરી અને તેઓને આ પેપર કપ ન વાપરવા માટે જાણ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે.
Read About Weather here
20 જાન્યુઆરી બાદ જે પણ ચાની કીટલી ઉપર પેપર કપ મળી આવશે તો તે ચાની કીટલી અને દુકાનને સીલ કરી દેવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરી બાદ જો કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવા ચાની કીટલીઓ અને દુકાનને સીલ કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર આજથી 4 દિવસ તપાસ કરવામાં આવશે. બાદમાં કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here