અભય ભારદ્વાજના જન્મદિવસ નીમીતે ભવ્ય પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024 યોજાશે

અભય ભારદ્વાજના જન્મદિવસ નીમીતે ભવ્ય પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024 યોજાશે
અભય ભારદ્વાજના જન્મદિવસ નીમીતે ભવ્ય પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024 યોજાશે

મહેશભાઇ માદેકા, સાંઇરામ દવે, ડો.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, વિભાવરીબેન દવે, જગદીશભાઇ આચાર્યને પરશુરામ એવોર્ડ એનાયત કરાશે

(સૌરાષ્ટ્ર ક્રાંતિ કાર્યાલય-રાજકોટ)    

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટનાં ઉપક્રમે આગામી તા.02/04નો મંગળવારનાં રોજ કાલાવડ રોડ રાજકોટ ખાતેનાં બોચાસણવાસી અક્ષરપુરષોતમ સંસ્થા સ્વામીનારાયણ મંદિર ખાતે સંસ્થાનાં આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024 યોજાય રહયો છે. બ્રહ્મસમાજની અડીખમ સેવાનો ભેખ ધારી, સમાજ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર, શ્રેષ્ઠ કાનુનવિદ, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવા બ્રહ્મતેજનો તણખો સમાન, બ્રહ્મસમાજનો મોભી અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજે વર્ષ-1989 માં પરશુરામ યુવા સંસ્થાનની બુનીયાદ નાંખી ભારતવર્ષમાં સૌપ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા અભયભાઈ દ્વારા ઉના ખાતેથી પ્રારંભ કરવામાં આવી. બ્રહ્મપતિભાઓ કે જેમનું સમાજમાં વિશીષ્ઠ અને મુઠી ઉચેરૂ યોગદાન હોય, એવા વ્યકિત વિશેષ એવા બ્રહ્મ-કર્મયોગીઓને સન્માન વડે વિભુષિત કરવાની પરંપરા અભયભાઈનો વિચારથી શરૂ કરવામાં આવી હતી.  અભયભાઈના કૈલાશ પ્રયાણ બાદ આ પરંપરાને કાર્ય2ત રાખવા છેલ્લા ત્રણ વર્ષથી પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજીત કરે છે પ્રતિવર્ષથી અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને “પરશુરામ એવોર્ડ” એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.02/04 ના  અભયભાઈના જન્મ દિવસ નિમિત્તે બ્રહ્મસમાજમાં પોતાનું વિશીષ્ઠ યોગદાન આપનાર પાંચ ભૂદેવ પ્રતિભાઓને પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ કાર્યક્રમનાં અધ્યક્ષ પદે કેન્દ્રિય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહેશે. સમારોહનું ઉદઘાટન અભયભાઈના સાથી અને પરમમિત્ર વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજયના શુભ હસ્તે કરવામાં આવશે.

સમારોહનુ દીપ પ્રાગટ્ય પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, કોઠારી સ્વામી, ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, રાજકોટના વરદહસ્તેથી કરવામાં આવશે. ત્યારબાદ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનો પ્રારંભ થશે. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી  ભાનુબેન બાબરીયા, અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પૂ. અપૂર્વમુની સ્વામી અને પ્રસિદ્ધ ભાગવતાચાર્ય, પૂ. ચૈતન્યશંભુ મહારાજ પોતાના આશીર્વચન પાઠવશે. આ સમારોહ દરમ્યાન જે સંતોનુ પાવન સાનિષ્ય પ્રાપ્ત થવાનું છે તેમાં પૂજ્ય જેન્તિરામ બાપા(સંત પુરણ – ધામ ઘુનડા), પૂજય ધનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ ગોડલ) અને પૂજય રમેશભાઈ શુકલ(કાલભૈરવ મંદિર,  પાલીતાણા) નાં પાવન ઉપસ્થિતીમાં સંપૂર્ણ સમારોહ યોજાશે.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં  રામભાઈ મોકરીયા( સાંસદ  લોકસભા),  ઉદયભાઈ કાનગડ(ધારાસભ્ય),  રમેશભાઈ ટીલાળા(ધારાસભ્ય) અને દર્શિતાબેન શાહ(ધારાસભ્ય) ઉપસ્થિત રહેશે. સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે  છેલભાઈ જોષી(બ્રહ્મ અગ્રણી સૌરાષ્ટ્ર-કચ્છ), નિતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અને બ્રહ્મ અગ્રણી) અને પંકજભાઈ ભટ્ટ (મ્યુઝિક ડાયરેક્ટર) પધારવાના છે.

કાર્યક્રમના પ્રારંભમાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી હાસ્ય રેસ પીરસશે. ત્યારબાદ સુપ્રસિધ્ધ લોકગાયકો તુષારભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન પંડયા તથા ચૈતાલીબેન છાયાં પોતાના બ્રહ્મગૌરવ ઉજાગર કરતા ગીતોની પ્રસ્તુતી કરશે.

જે મહાનુભાવોને પરશુરામ એવોર્ડ 2024 પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા તા. 2-4 ના રોજ અર્પણ થવાનો છે. તેઓનો પ્રતિભા પરીચય આ પ્રમાણે છે:

(1) મનેશભાઈ માદેકા

 મનેશભાઈ એક બ્રાહ્મણ ઉદ્યોગપતિ તરીકે શુન્યમાંથી સર્જન કર્યું. છે. તેમ કહી શકાય કેમ કે, ફકત નજીવી મુડીથી ઉતરોતર પ્રગતિ કરીએ તેઓ આધુનિક રોલેક્સ રીંગ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા તેમની કુશળતા અને દીર્ઘ દ્રષ્ટી સૂચવે છે બ્રહ્મઉદ્યોગ સાહસીક તરીકે તેમને અનેક બ્રાહ્મણ યુવકોને વ્યવસાય રોજગાર અને નોકરીમાં ભરપુર સહાય કરી છે. અસંખ્ય બ્રાહ્મણ બાળકોના શિક્ષણ ખર્ચ પોતે ભોગવીને આવા બાળકોને શિક્ષીત કર્યા છે.

(2) સાંઈરામ દવે

હાસ્ય અને લોક સાહિત્ય ક્ષેત્રે  સાંઈરામ દવેનું નામ ખુબ જ સન્માનપુર્વક લેવાય છે તેઓ અત્યંત લોકપ્રિય છે તેમણે બ્રાહ્મણ      પરીવારોના સર્વાંગી રીતે વિકસીત કરવામાં પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છે. હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ તરીકે તેમનું નામ અગ્રસ્થાને લેવાય છે. આશરે 3000 થી વધુ જાહેર કાર્યક્રમો, અનેક ઓડીયો વિડીયો આલ્બમના માઘ્યમથી તે સુપ્રસિધ્ધ બન્યા છે. સમગ્ર બ્રહ્મ સમાજને તેમના પ2 ગૌરવની લાગણી છે. સાંઈરામભાઈએ 22 જેટલા પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે. “એજયુકેશન ફોર બીલીયન્સ પર વક્તવ્ય બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી  સાંઈરામભાઈને “ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રદાન કરી સન્માનીત કર્યા છે. ગુજરાતના તત્કાલીન રાજયપાલ  ઓ.પી.કોહલીએ સાંઈરામભાઈને “જવેલ ઓફ ગુજરાત અને “ગુજરાત ગ્લોરી જેવા એવોર્ડથી સન્માનીત કર્યા છે. સાંઈરામભાઈએ ગરીબ અને વંચિત બાળકોને દુશદર્શન ના કાર્યક્રમો માં લઈ જઈ બાળ પ્રોત્સાહનનું કાર્ય કર્યુ છે.

(3) ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી

ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફકત રાજકોટના નહી પરંતુ, પુરા ગુજરાત રાજયમાં નિષ્ણાંત ન્યુરોસર્જન તરીકે પ્રસિધ્ધ છે. તેઓના તબિબી જ્ઞાનથી અનેક લોકોને નવું જીવન મળ્યુ છે. તબિબી વ્યવસાયના માધ્યમને સેવા અને માનવતાનું માધ્યમ બનાવી તેઓએ બ્રાહ્મણ પરીવારની અને સમગ્ર સમાજની અવિરત સેવા કરી છે. ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી એટલે બાહીશ તબિબ, નિષ્ઠાવાન અને સમર્પિત બ્રહ્મરત્ન એ દરજજો તેઓની વિશેષતા છે. માનવીય મુલ્યો એક ડોકટર તરીકે આપે ખુબ જ જાળવ્યા છે. પ્રતિષ્ઠીત ન્યુરોસર્જન હોવાને કારણે તેઓ નામાંકિત છે. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તબિબી ક્ષેત્રમાં આપના રીસર્ચ પેપર પણ રજુ થયેલા છે. મુંબઈ ખાતે સર્જરીમાં એમ.સી.એસ. કરીને સુપ્રસિધ્ધ હિન્દુજા હોસ્પિટલ મુંબઈ ખાતે તેમણે સર્વ પ્રથમ ન્યુરોસર્જન તરીકે સેવાઓ આપેલી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ “બેટી બચાવો બેટી પઢાઓ” જનજાગૃતીના કાર્યમાં ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીને જોડાવવાનું કહયું હતું. સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના તેઓ પ્રમુખ રહી ચુકેલ છે.

(4) વિભાવરીબેન દવે

વિભાવરીબેન દવે સમગ્ર બ્રહ્મસમાજમાં એક ઝળકતું નારી રત્ન છે. તેઓની બહુમુખી પ્રતિભા વિવિધ ક્ષેત્રે ઝળકી ઉઠી છે. વિભાવરીબેને સામાજીક, રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્રે વૈવિધ્યપુર્ણ કાર્ય કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર મુકામે અનેક વખત સુગઠનના વિવિધ પદો ઉપર રહયા છે. કોર્પોરેટર તરીકે ભાવનગરમાં સફળ કામગીરી પ્રથમ મહિલા મેયર તરીકે પસંદગી મેળવી હતી. તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પદે ચુંટાતા. 2હયા છે. તે જ તેઓની લોકપ્રિયતાની પારા શીશી છે. ગુજરાતના સંસદીય સચિવ બનનાર સૌ પ્રથમ બ્રહ્મ મહિલા હતા. ગુજરાત રાજયના મંત્રી મંડળમાં તેમણે કેબીનેટ મંત્રી તરીકે સફળ કામગીરી બજાવી છે. સામાજીક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફમાં સેવા આપી અને “માવતર નામની સંસ્થા સ્થાપેલી છે. ભાવનગરમાં કેન્સર હોસ્પિટલની સ્થાપનામાં વિભાવરીબેને અગ્રીમ ભાગ ભજવ્યો તે ઉપરાંત ભાવનગરમાં 1008 સીટનું ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી બનાવવામાં નિમીત બન્યા છે. ભાવનગ2નાં કંસારા કોઠાનું નવિનીકરણ કરી નવ થી વધુ તળાવો સજીવ કર્યા અને ચારથી વધુ તળાવોનો વિકાસ કર્યો.

(5) જગદીશભાઈ આચાર્ય

બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ  જગદીશભાઈ આચાર્યએ સૌરાષ્ટ્રમાં એક પીઢ પત્રકાર, કટાર લેખક અને રાજકીય વિશ્ર્લેષક તરીકે જે પ્રસિધ્ધી પ્રાપ્ત કરી તે પુરા બ્રાહ્મણ સમાજ માટે ગૌરવપ્રદ બાબત છે. 20 વર્ષથી વધુ સમય તેમણે ફુલછાબમાં અને 15 વર્ષની વધુ સમય તેમણે દિવ્ય ભાસ્કર અખબારમાં ન્યુઝ એડીટર તરીકે ફરજ બજાવી છે. સમાજ જાગૃતિના પ્રહરી તરીકે તેમણે મોટું નામ ઉભું કર્યું છે. અખબારી પ્રતિનીધીઓની અને એજન્ટોનું સૌરાષ્ટ્ર વ્યાપી સંગઠન તેઓના  પ્રયાસથી ઉભું થયુ છે. ગુજરાતમાં દુષ્કાળ પડયો ત્યારે ફુલછાબ અખબાર દ્વારા જંળસેવાનું આયોજન આપની દેખરેખમાં કરવામાં આવ્યુ હતું. આપના આ સતકાર્યોની નોંધ તે વખતે દેશ-વિદેશના પ્રિન્ટ અને ઈલકટ્રોનીક મિડીયાએ લીધેલ હતી. દેશની ટોચની ન્યુઝ ચેનલોએ દુષ્કાળનો સામનો કરવામાં તેઓએ કરેલી જળસેવાની નોંધ લીધી હતી.

 અભયભાઈના જન્મદિવસ નિમિત્તે અનેક નામી અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભ2માંથી ઉપસ્થિત રહેવાના છે. બ્રાહ્મણોના પ્રિય અભયભાઈના જન્મદિવસે ઉમંગભેર હાજર રહેવા વિવિધા ક્ષેત્રના બ્રહ્મઅગ્રણીઓ, કાર્યકર્તાઓ અને બ્રહ્મસમાજના રાજકિય આગેવાનો થનગની રહયા છે. આ તકે પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બ્રાહ્મણજ્ઞાતીનો સર્વપરિવારજનોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં . આવ્યુ છે. આ સમારોહને સફળ બનાવવાનો ધ્યેયથી આયોજનોદ2 શરૂ થઈ ગયુ છે. બ્રહ્મસમાજનો વિવિધ તડગોળના પ્રમુખો, હોદેદારો, બ્રહ્મસમાજના વિવિધ સંસ્થાના અગ્રણીઓની બેઠકો યોજાઈ ગઈ જેમાં                  તમામ બ્રહ્મઅગ્રણીઓને તા.02/04નો પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવવા સંકલ્પ લીધો છે. આ સમારોહને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વ્યવસાયના ભાગરૂપે વિવિધ બ્રહ્મ કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આપેલ છે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2024 સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફિસ ટીમ અને નિરંજનભાઈ દવે, પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમરકસી છે. પરશુરામ યુવા સંસ્થાને બ્રાહ્મણજ્ઞાતીના પરિવારોને બહોળી સંખ્યામાં આમંત્રણ આપેલ છે. કાર્યક્રમના સમાપન બાદ બ્રહ્મભોજનનુ આયોજન કરવામાં આવ્યું છે