મુંબઈમાં અંબાણી સ્થિત નિવાસસ્થાને 19 જાન્યુઆરીના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. પરંપરાગત સમારોહ અને એ પછીની પાર્ટી માટે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ખાસ ડિઝાઈન કરેલા બ્લાઉઝ અને દુપટ્ટા સાથે વૈવિધ્યપૂર્ણ ગોલ્ડ સિલ્ક ડ્રેસમાં રાધિકા અદભુત દેખાતી હતી.સગાઈમાં ખાસ કરીને અનંત અંબાણીની પાસે કુર્તાની ઉપર પહેરેલા કોટ પર લગાવેલા આઇકોનિક કાર્ટિયર પેન્થર બ્રોચે સૌકોઈને આકર્ષિત કર્યા હતા. બીજી તરફ અનંતે આ પ્રસંગમાં વાદળી રંગનો પરંપરાગત કુર્તો પહેર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
અનંત અંબાણીએ પહેરેલા આ આઈકોનિક કાર્ટિયર પેન્થરની કિંમત જાણીને તમારા હોશ ઊડી જશે. આ ખાસ બ્રોચનું અસલી નામ Panthre de Carties Brooch’ છે, જેની કિંમત લગભગ 1,13,51,087થી લઈને 1,32,26,085 સુધી હોય છે. પેન્થર બ્રોચની ડિઝાઈન વર્ષ 1914માં જેક કાર્ટિયરે બનાવી હતી, જે કાર્ટિયર પરિવારની ત્રીજી પેઢીથી હતા.
અનંતે તેમના બ્લૂ કુર્તા સેટને પ્લેટિનમ/ગોલ્ડમાં બનાવેલા પેન્થેરે ડી કાર્ટિયર બ્રોચ સાથે એક્સેસરીઝ કર્યો હતો, જેમાં સુંદર હીરા અને કેબોચોન કટ ઓનિક્સથી બનેલા રોસેટ્સનો સેટ હતો. આ ખાસ કાર્ટિર પેન્થર બ્રોચમાં એક મોટા આકારના પન્ના રત્નની ઉપર એક પેન્થર બેઠેલો જોવા મળે છે. આ સ્પેશિયલ પેન્થરના નાકમાં કાળો ઓનિક્સ પણ હોય છે અને તેની ચમકતી આંખો પિઅર આકારના નીલમણિથી બનેલી હોય છે.
Read About Weather here
આ બ્રોચની ખાસ વાત એ છે કે દીપડાના શરીરનાં અંગો એવી રીતે હલનચલન કરી શકે છે કે બ્રોચનો ઉપયોગ બહુહેતુક જ્વેલરીના ભાગ તરીકે થઈ શકે છે. માથું ફેરવી શકે છે અને અંગો પેન્ડન્ટ અથવા રિંગ તથા ઇયરિંગ્સમાં પણ પરિવર્તિત થઈ શકે છે. બ્રોચ ઐતિહાસિક રીતે ઘરેણાંનો એક લોકપ્રિય ભાગ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડચેસ ઓફ વિન્ડસર પાસે 1949માં એક ક્લિપ બ્રોચ મગાવવામાં આવ્યો હતો અને એમાં પ્લેટિનમ, સફેદ સોનું, સિંગલ-કટ હીરા, બે પિઅર આકારના પીળા હીરા, એક 152.35-કેરેટ કાશ્મીર નીલમ કેબોચોન અને નીલમ કેબોચન્સ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here