‘અચ્છે દિન’નાં રૂપાળા સુત્રોથી સત્તા મેળવી ભાજપે પ્રજા સાથે છેતરપિંડી કરી

‘અચ્છે દિન’નાં રૂપાળા સુત્રોથી સત્તા મેળવી ભાજપે પ્રજા સાથે છેતરપિંડી કરી
‘અચ્છે દિન’નાં રૂપાળા સુત્રોથી સત્તા મેળવી ભાજપે પ્રજા સાથે છેતરપિંડી કરી

મહિલા કોંગ્રેસ અગ્રણીઓના આક્ષેપોે

ગુજરાત અને દેશનાં અચ્છે દિન તથા મોંઘવારીને વધતા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપે દેશની જનતા સાથે છેતરપિંડી કરી હોવાનો કોંગ્રેસની મહિલા આગેવાનોએ સણસણતો આક્ષેપ કર્યો હતો. આજરોજ કોંગ્રેસ વડા મથક રાજીવ ગાંધી ભવન ખાતે મહિલાનું પ્રતિક જાહેર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કોંગે્રસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની મહિલા વિરોધી નીતિ, મહિલાઓ પર વધતા હત્યાચાર અને મોંધવારીથી પરેશાન જનતા માટે મહિલા કોંગ્રેસ વધુ મજબુતી સાથે ગુજરાતમાં લડત ચલાવશે. આજે સખત ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ પ્રસંગે ખાસ હાજર અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં મહામંત્રી શોભનાબેન શાહ અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પત્રકાર પરિષદમાં સંયુકત સંબંધોન કરતા જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપિંડીનો ભોગ બની રહી છે. જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો થયો છે.

મહિલા આગેવાનોએ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારો પર આકરા પ્રહારો કરતા બન્ને મહિલા આગેવાનોએ ચોકાવનારી આંકડાકીય માહિતી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે, દેશમાં દરરોજ 77 મહિલા દુષ્કર્મનો ભોગ બને છે. ગુજરાતમાં બળાત્કાળની 486 ઘટના બની એ બતાવે છે કે, ભાજપ સાશનમાં કાયદો વ્યવસ્થા કથળી ગયા છે. શોભનાબેન શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં મહિલાઓ પર અત્યાચારના 25157 બનાવ બન્યા છે. વર્ષ 2019માં 1.38 લાખ ઘટનાઓ અને 2020માં 3.81 લાખ આવી ઘટનાઓ ગુજરાતમાં બની હતી. એકલા 2020માં દેશમાં દુષ્કર્મની 28046 ઘટનાઓ બની હતી. આ રીતે મહિલા વિરોધી અપરાધોમાં મોટા પાયે વધારો નોંધાયો છે. જે ભાજપ રાજની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ઉજાગર કરે છે.

મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી સતત ભાવ વધી રહયા છે. ખાદ્ય પદાર્થો, દવા અને સારવારના ખર્ચમાં 400 ટકાથી 1600 ટકા સુધીનો વધારો થયો છે. બેરોજગારી આસમાને છે, ભારે કરવેરાનો બોજો છે તો સબસીડીનો જરાય લાભ નથી, નાના વેપારીઓને જીએસટીના નામે પરેશાની એ ભાજપ સરકારની ભેટ છે. રસોડામાં વપરાતા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.250થી વધીને સીધે સીધો વધીને રૂ.1000 થઇ ગયો છે.

Read About Weather here

2014માં કોંગ્રેસ સરકારમાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.414 હતો પણ ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન મુશ્કેલ બનાવી નાખ્યું છે. ડુંગળી, બટેટા, તુવેરદાળ સહિતના ખાદ્ય પદાર્થોના ભાવોમાં અશહય વધારો થયો છે. મહિલાઓનું રસોડાનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. તમામ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો ભાવ વધારો પાછો લઇ ગૃહિણીઓને સતવરે રાહત આપવા મહિલા આગેવાનોએ જોરદાર માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here