અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું

અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું
અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું

માફિયા ડોન અંસારીના મોત મામલે સવાલો ઉઠતા સરકારના ન્યાયિક તપાસના આદેશ

ન્યાયિક તપાસ માટે સીજેએમે અધિકારીની નિમણુંક કરી, 1 મહિનામાં રિપોર્ટ આપવા આદેશ

બાંદા જેલમાં માફિયા ડોન મુખ્તાર અંસારીના ગઈકાલે રાત્રે હાર્ટ એટેકથી મોત થયા બાદ આજે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયુ હતું. માફિયા ડોન કમ રાજકારણી મુખ્તાર અંસારીના મોત મામલે વિવાદ જાગતા આ મામલે સરકારે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અંસારીના મૃતદેહનું બાંદાની મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ થયું હતું. મુખ્તાર અંસારીના મોતને લઈને સવાલો ઉઠતા સરકારે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

બાંદા સીજીએમે ન્યાયિક તપાસ માટે અધિકારીની નિમણુંક કરી હતી અને એક મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપવાનું જણાવાયું હતું.