માલદીવમાં વોર્નર અને સ્લેટર વચ્ચે મારામારી થઇ ?

માલદીવમાં વોર્નર અને સ્લેટર
માલદીવમાં વોર્નર અને સ્લેટર

આ તમામ હાલ માલદીવમાં ક્વોરન્ટાઇન છે

માલદીવમાં બારમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કમેન્ટેટર માઇકલ સ્લેટર વચ્ચે ઝપાઝપી થઇ હતી !

આઇપીએલ ૨૦૨૧ સ્થગિત થતામોટાભાગના વિદેશથી આવેલા ખેલાડીઓ પોતાના દેશ પરત ફરી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયામાં હાલ બહારથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવવાના કારણે ખેલાડીઓ, કોચ અને કોમેન્ટેટર પોતાના વતન પરત ફરી શક્યા નથી. આ તમામ હાલ માલદીવમાં ક્વોરન્ટાઇન છે અને પ્રતિબંધોને હટે તેની રાહ જોઇ રહૃાા છે.

Subscribe Saurashtra Kranti here

આ તમામ વચ્ચે એક રીપોર્ટ સામે આવી રહૃાો છે જેમાં દાવો કરવામાં આવી રહૃાો છે કે માલદીવમાં બારમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કમેન્ટેટર માઇકલ સ્લેટર વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટરે મૌન તોડ્યુ છે. તેમણે સમગ્ર ઘટનાને લઇને કહૃાુ છે કે આવુ કશુ બન્યુ જ નથી અને આ સમાચાર માત્ર અને માત્ર અફવા છે.

સ્લેટરે આ અંગે કહૃાુ કે હું અને વોર્નર બંને જુના મિત્રો છીએ. અમારી વચ્ચે કોઇ પણ પ્રકારનો વિવાદ નથી. તેણે સીનિયર જર્નાલિસ્ટ ફિલ રોથફીલ્ડને મેસેજ કરીને રીપોર્ટને ખોટો ઠેરવ્યો.

Read About Weather here

વોર્નરે સ્પષ્ટતા આપવામાં મોડું ન કર્યું અને કહૃાું કે અમારી વચ્ચે આવો કોઈ વિવાદ થયો નથી. હું જાણતો નથી કે તમે બધા આટલું લખો છો જે તમે સત્ય હકીકત જાણો છો કે કેમ તમે અહીં જાતે હાજર ન હોવ. તમે કશું જોયું નથી આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ખાતરીપૂર્વકના પુરાવા નથી, તો તમે કંઈપણ લખી શકતા નથી.

સ્લેટરે પ્રધાનમંત્રી મોરીસનની ટીકા કરી હતી વોર્નર અને સ્લેટર વચ્ચેની મિત્રતા જૂની છે. આ બંનેએ સાથે મળીને સ્કાય સ્પોર્ટ્સ રેડિયો અને ચેનલ ૯ માટે અનેક કાર્યક્રમો કર્યા છે. દરમિયાન, સ્લેટર સતત પ્રધાનમંત્રી મોરીસનની ટીકા કરી ચર્ચામાં રહૃાો છે.

સ્લેટરે તાજેતરમાં પ્રધાનમંત્રી મોરિસને મુસાફરી પર પ્રતિબંધ લાદતા તે અંગે ગંભીર ટીકા કરી હતી. સ્લેટરે કહૃાું કે તેમના દેશના પ્રધાનમંત્રીને તેમના લોકોની કોઈ પરવા નથી. સ્લેટરે કરેલા નિવેદન બાદ પ્રધાનમંત્રી મોરીસને કહૃાુ હતુ કે ઓસ્ટ્રેલિયન સરકારની પ્રાધાન્યતા તેના નાગરિકોનું રક્ષણ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here