ફિલ્મમેકર રાકેશ રોશન પત્ની અને દીકરી સાથે મુંબઈ છોડી લોનાવાલામાં શિફટ થયા

Rakesh Roshan shifted Mumbai To Lonavala-રોશન
Rakesh Roshan shifted Mumbai To Lonavala-રોશન

Subscribe Saurashtra Kranti here

રોશન સાહેબ માત્ર મીટિંગ માટે જ મુંબઈ આવે છે

રોશન સાહેબે લોનાવાલામાં એક ભવ્ય ઘર બનાવ્યું છે

જૂહુ વિસ્તારમાં આવેલી પલાઝો બિલ્ડિંગનો આઠમો, નવમો અને દસમો માળ હવે સુનો સુનો ભાસી રહૃાો છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંથી પસાર થતાં લોકોને ભાગ્યે જ આ ત્રણ માળમાં લાઈટિંગ અથવા વ્યક્તિ જોવા મળે છે. વાત એમ છે કે, આ ત્રણ માળ રાકેશ રોશનના છે જેઓ હવે મુંબઈથી લોનાવાલા સામાન સાથે શિફટ થઈ ગયા છે. સીનિયર એક્ટર અને ફિલ્મમેકરના પત્ની પિંકી અને દીકરી સુનૈના પણ તેમની સાથે ગયા છે.

સૂત્રોએ જણાવ્યુ, ’રોશન સાહેબ માત્ર મીટિંગ માટે જ મુંબઈ આવે છે. તેઓ લોનાવાલામાં રહે છે અને દર અઠવાડિયે માત્ર ત્રણ દિવસ અને ક્યારેક બે દિવસ જ તેઓ તમને મુંબઈમાં જોવા મળશે’.

સૂત્રોએ કહૃાું, ’આ બધું કોરોનાના કારણે છે. ભાગ્યે જ શૂટિંગ થઈ રહૃાું છે. મીટિંગ પણ ઓછી થઈ રહી છે. બોલિવુડ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહૃાું છે, કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની આશા વચ્ચે, કોરોનાની બીજી લહેર તેના પર પાણી ફેરવી શકે છે’.

સૂત્રોએ કહૃાું, ’રોશન સાહેબે લોનાવાલામાં એક ભવ્ય ઘર બનાવ્યું છે, જે હવેલી જેવું છે. તો પછી તેઓ મુંબઈમાં રહેવાનું જોખમ કેમ લેશે જ્યાં નિયમિત તમે સીધા અથવા પરોક્ષ રીતે ઘણાના સંપર્કમાં આવી શકો છો. ઉપરાંત તેમણે એક વર્ષ પહેલા કેન્સરને હરાવ્યું છે અને તેથી તેઓ વધુમાં વધુ સાવચેતી રાખે તે જરૂરી છે. અને તે માત્ર ભીડથી દૃૂર રહીને જ રાખી શકાય છે. તેઓ અઠવાડિયામાં બે અથવા ત્રણ વખત મીટિંગ માટે મુંબઈ આવે છે અને જેવી મીટિંગ ખતમ થાય કે તરત જ પરત જતા રહે છે.

રાકેશ રોશને કહૃાું, તેમને જે વસ્તુની જરૂર હતી તે તમામ તેઓ સાથે લઈને ગયા છે. તેમણે કહૃાું, ’જ્યાં સુધી મહામારી ન જાય ત્યાં સુધી અહીંયા જ સેટલ થવાનો પ્લાન બનાવ્યો છે’.

Read About Weather here

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કોરોના ખતમ થાય પછી તેઓ ’ક્રિશ ૪’નું શૂટિંગ શરૂ કરવાના છે. હ્રિતિક રોશનની વાત કરીએ તો, તે જૂહુમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here