અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગમાં ૩.૨ લાખ રૂપિયાના પિન્‍ક વિન્‍ટેજ મિડી ડ્રેસે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખ જાહેર થઈ ચૂકી છે.ત્યારે રાધિકાએ પ્રિવેડિંગમાં પહેરેલું ૩.૨ લાખ રૂપિયાના પિન્‍ક વિન્‍ટેજ મિડી ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું છે…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટ ૧૨ જુલાઈએ મુંબઈમાં પ્રભુતામાં પગલાં પાડશે એટલે કે લગ્નગ્રંથીમાં જોડાશે .માટે અંબાણી-પરિવાર લગ્નપ્રસંગની જોરદાર અને શાનદાર તૈયારીઓ ચાલી રહી છે. અનંત અને રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટી લક્‍ઝરી ક્રૂઝ પર યોજાઈ હતી. ઇટલીથી ફ્રાન્‍સ જતા ક્રૂઝ પર ૪ દિવસના ભવ્‍ય સેલિબ્રેશનમાં ૮૦૦ મહેમાનો સામેલ થયા હતા. ઇટલીના પોર્ટોફિનોમાં આયોજિત ક્રૂઝ-પાર્ટીના છેલ્લા દિવસે ‘લા ડોલ્‍સે વિટા’ઇવેન્‍ટમાં રાધિકા મર્ચન્‍ટના ડ્રેસ તરફ સૌનું ધ્‍યાન ખેંચાયું હતું.

આ ઇવેન્‍ટમાં રાધિકાએ ૧૯૫૯માં તૈયાર થયેલો પિન્‍ક કલરનો વિન્‍ટેજ ક્રિશ્ચિયન ડાયરનો કોકટેલ ડ્રેસ પહેર્યો હતો. ક્રિશ્ચિયન ડાયર જાણીતા ફ્રેન્‍ચ ફેશન-ડિઝાઇનર છે. જેના દ્વારા તૈયાર કરેલ આ ડ્રેસની કિંમત ૩.૨ લાખ રૂપિયા છે. રાધિકાએ આ ડ્રેસ સાથે હર્મીસ મિની કેલી બેગ કેરી કર્યો હતો જેની કિંમત ૨૨ લાખ રૂપિયાથી પણ વધુ છે. રાધિકાના ડ્રેસમાં તેણે સાઇડ પોનીટેઇલમાં સુંદર સ્‍કાર્ફ લગાવીને ઇટાલિયન ટચ આપ્‍યો હતો.