વડોદરા : સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર-2ના કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો

વડોદરા : સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર-2ના કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો
વડોદરા : સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર-2ના કેદી પાસેથી મોબાઇલ મળી આવ્યો
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઇલ મળી આવતા હોય છે ત્યારે વધુ યાર નંબર 2 માં એક કાચા કામના કેદી પાસેથી વધુ એક મોબાઈલ મળી આવતા જેલ સત્તાધીશોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરા મધ્યસ્થ જેલમાં ઇચા.જેલર ગૃપ-2 સહિતના કર્મચારીઓ સોમવારે ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બપોર બાદ જેલના યાર્ડ નં.2 ખાતે ફરજ બજાવતા કર્મચારી જેલ સહાયક રાજ એ. સોલંકીને તેમની યાર્ડના આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. જેથી જેલરને જાણ કરતા જવાનોએ  ઝડતી સ્કવોર્ડ કર્મચારીએ ફરજ પરના અધિકારીને સાથે રાખીને યાર્ડ 2માં ઝડતી કરી હતી. આરોપીઓ યાર્ડમાં પાછળના ભાગે ઉભા હતા, તે દરમ્યાન કાચા કામના આરોપી  અજય વાલ્મીકભાઈ સોલંકીની અંગ ઝડતી કરતા તેણે કમરના ભાગે છુપાવી રાખેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેબેટર બેટરી હતી પરંતુ સીમકાર્ડ વગરનો હતો.

Read Saurashtra Kranti E-Paper here

મોબાઈલ અંગે મજકુર કાચા આરોપીની પુછપરછ કરતા તેણે આ મોબાઈલ પોતાના યાર્ડના કાચા આરોપી નામે શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખનો હોવાનું જણાવ્યું હતું. તેથી શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખની સઘન પુછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલ સીમકાર્ડ નંગ-01 ઝડતી કર્મચારીઓને આપ્યું હતુ. જેથી બંને આરોપીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here