ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ

ફોન ચોરાય તો તમે ચિંતા કરશો નહીં...મોબાઈલ વડે ચોરી થયેલ ફોન તમે મિનિટોમાં શોધી શકશો
ફોન ચોરાય તો તમે ચિંતા કરશો નહીં...મોબાઈલ વડે ચોરી થયેલ ફોન તમે મિનિટોમાં શોધી શકશો

આજકાલ એક સારો સ્માર્ટ ફોન ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. પરંતુ ઘણી વખત આંખના પલકારામાં ફોન ચોરાઇ જાય છે. આવી સ્થિતિમાં અફસોસ સિવાય કશું બચતું નથી. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.તમારો ફોન ચોરાઇ જાય તે પહેલા તમે શું સેટિંગ્સ કરી શકો છો, જેના પછી ફોન ચોરાઇ જાય તો તમને નહીં પણ ચોરને પસ્તાવો થશે.

ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ સેટિંગ

► ફોન સ્વીચ ઓફ જરૂરી પાસવર્ડ
કોઇ ચોર તમારો ફોન ચોરી ન કરે અને તે બંધ કરી દે તે માટે તમારે તમારા ફોનમાં સેટિંગ્સ કરવી જરૂરી છે. આ માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ અને સર્ચ બારમાં Required password to power off લખીને સર્ચ કરો. જો આ વિકલ્પ ફોનમાં ઉપલબ્ધ ન હોય તો Unlock to power off ટાઇપ કરીને સર્ચ કરો.

ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ સેટિંગ

આ પછી આ વિકલ્પને સક્ષમ કરો. આ સાથે જયારે પણ કોઇ તમારો ફોન સ્વીચ ઓફ કરે છે, ત્યારે તમારો ફોન સ્વીચ ઓફ નહીં થાય કારણ કે પાવર ઓફ કરવા માટે તે પાસવર્ડ માંગશે જે ફકત તમે જ જાણશો. તેનાથી તમારો ફોન ટ્રેસ થવાની શકયતા વધી જાય છે. શકય છે કે આ સુવિધા તમામ ડિવાઇસમાં હાજર ન હોય પરંતુ અપડેટ કરવાથી ઉપલબ્ધ થશે. જેથી બચવા અવગણવા માટે તમારા ફોનની Find My Device સુવિધાને ઇનેબલ રાખો.

ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ સેટિંગ

► ફાઇન્ડ માય ડિવાઇસ
ફોન સેટિંગ્સમાં જાઓ સિકયુરીટી વિકલ્પ પર કિલક કરો. અહીં સર્ચ બારમાં Find My Device લખીને સર્ચ કરો. તમારી ઓળખ ચકાસવા માટે તમારો Google એકાઉન્ટ પાસવર્ડ દાખલા કરો, આ પછી Find my device સેટિંગ સક્રિય થયા પછી, અન્ય કોઇપણ ડીવાઇસ, ડેસ્કટોપ અથવા મોબાઇલથી આ લિંક પર કિલક કરો.

https://www.google.com/ android/find અહીંથી તમે તમારા ફોન વિશે જાણી શકો છો, કે તમારો ફોન અત્યારે કયાં છે ? ધ્યાનમાં રાખો કે જો તમે ઉપકરણ પર તમારા Google એકાઉન્ટ લોગ ઇન કર્યુ હોય તો જ આ સેવા ફોનને સર્ચ કરી શકે છે.

ચોરાયેલો ફોન તમને સરળતાથી પરત મળી જશે, આ સેટિંગનો કરો ઉપયોગ સેટિંગ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here