સુત્રાપાડાના પ્રાચી નજીક ખાનગી ગોડાઉનમાંથી નવ લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ

સુત્રાપાડાના પ્રાચી નજીક ખાનગી ગોડાઉનમાંથી નવ લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ
સુત્રાપાડાના પ્રાચી નજીક ખાનગી ગોડાઉનમાંથી નવ લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પંથકમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાના કૌભાંડનો પર્દાફાશ વેરાવળ પ્રાંત અધિકારીની ટીમે પાડેલ દરોડામાં થયેલ જેમાં સરકારી અનાજ ગોડાઉનમાંથી દુકાનદારને પહોંચાડવાના બદલે ડોર સ્ટેપ કોન્ટ્રાકટર દ્વારા ખાનગી કારખાનામાં લઈ ગયાનું સામે આવેલ અને ત્યાંથી સરકારી માર્ક અને સીલાય વાળા ઘઉ, ચોખા, ચણા અને સોયાબીનના કુલ 693 (50 કીલો) ના બાચકાઓમાં રહેલ 34,650 કિલ્લો અનાજનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ કૌભાંડમાં ડોર સ્ટેપ કોન્ટ્રાકટરની ભુમિકા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તમામ જથ્થાની ગણતરી હાથ ધરીને બાદમાં સીઝ કરીને જથ્થાને ગોરખમઢી સરકારી ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવેલ હતા.આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી કે.વી.બાટીએ જણાવેલ કે, ભાગ્યલક્ષ્મી કારખાનાના ગોડાઉનમાંથી સરકારી સીલાઈ વાળા ઘઉ, ચોખા અને ચણાના કુલ 175 બાચકાઓ તથા હાથ સીલાઈ વાળા કુલ 518 બાચકાઓમાં રહેલ કુલ 34,650 કિલ્લો સરકારી અનાજનો જથ્થો મળી આવેલ હતો. આ ઉપરાંત સ્થળ ઉપરથી ટ્રોલી સાથે ટ્રેક્ટર, બુલેરો પીક અપ વાન પણ મળી આવેલ હતા. આ કામગીરીમાં રૂા.9 લાખથી વધુની કિંમતનો સરકારી અનાજનો જથ્થો મળી કુલ 25 લાખનો મુદામાલ સીઝ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કારખાનાનો સંચાલક મુકેશ ઝાલા હોય જે કેટલા સમયથી અને કેવી રીતે સરકારી અનાજ મેળવતો હતો તે જાણવા તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. રેશનીગના અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજ કિરાણાની દુકાને પહોંચાડવા માટે મુકેશ ધીરૂભાઇ મોરી નામના વ્યક્તિનો ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટ હોવાની રસીદો પણ મળી છે. આ કોન્ટ્રાક્ટરે તેની કામગીરી કરવાના બદલે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો શું કામ અને કોના કહેવાથી લઈ ગયેલ હોય જે જાણવા અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ પર્દાફાશમાં ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટર મુકેશ મોરીની ભુમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે.

Read About Weather here

જ્ય સરકાર વ્યવસ્થા મુજબ ગરીબોના પેટનો ખાડો પુરવા દર મહિને અનાજનો જથ્થો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. પરંતુ આ ગરીબ લોકોનો જથ્થો રસ્તામાં જ બારોબાર થતો હોવાની ફરીયાદોના અનુસંધાને સુત્રાપાડા પંથકમાં સરકારી અનાજ બારોબાર જઈ રહ્યા અંગે વેરાવળના પ્રાંત અધિકારી કે.વી.બાટી ને માહિતી મળતા તાલાલા અને સુત્રાપાડા મામલતદારની ટીમોને દરોડો પાડવા આદેશ કર્યો હતો. જેના આધારે બંન્ને ટીમોએ માહિતી મુજબ સુત્રાપાડા પંથકના પ્રાસલી અને પિખોર ગામ વચ્ચે આવેલ શ્રી ભાગ્યલક્ષ્મી સીડઝ નામના કારખાનામાં દરોડો પાડતા ત્યાંનો નજારો જોઈ એક તબક્કે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ કારખાનાના ગોડાઉનમાંથી એક બે નહીં પણ લાખોની કિંમતનો સરકારી અનાજના જથ્થો ભરેલ બાચકાઓ જોવા મળેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here