સત્તાઘીશો સતાનો દુરપયોગ કરવાનું હવે તો બસ કરો ! ગુજરાતમાં ફરી નકલી કચેરી MLAના બંગલા માંથી ઝડપાઇ

સત્તાઘીશો સતાઓનો દુરપયોગ કરવાનું હવે તો બસ કરો ! ગુજરાતમાં ફરી નકલી કચેરી MLAના બંગલા માંથી ઝડપાઇ
સત્તાઘીશો સતાઓનો દુરપયોગ કરવાનું હવે તો બસ કરો ! ગુજરાતમાં ફરી નકલી કચેરી MLAના બંગલા માંથી ઝડપાઇ

ગુજરાતમાં ફરી એકવાર નકલીનું ભૂત ધણધણ્યું . MLAની રેડમાં બંગલામાં ચાલતી સિંચાઈ વિભાગની ફેક કચેરી મળી

ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે જેમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. તેમજ ધવલસિંહ ઝાલા દ્વારા નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા પણ વ્યક્ત કરાઈ છે.

અરવલ્લીના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્યએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને પગલે મોડાસા ટાઉન પોલીસ પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગ્લોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. મને બાતમી તો હતી કે છેલ્લા 3 વર્ષથી ક્યાંક અરવલ્લી જિલ્લામાં આવી ઓફિસ ચાલી રહી છે. મેં કલેક્ટર અને તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું. આજ રોજ મને નકલી કચેરી અંગે માહિતી મળતા તરત જ હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી.હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે, પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા, એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી.