વેરાવળમાં રાત્રીના સમયે મોબાઈલની દુકાનના શટર ઉચકાવી  5.56 લાખની ચોરી

વેરાવળમાં રાત્રીના સમયે મોબાઈલની દુકાનના શટર ઉચકાવી  5.56 લાખની ચોરી
વેરાવળમાં રાત્રીના સમયે મોબાઈલની દુકાનના શટર ઉચકાવી  5.56 લાખની ચોરી
વેરાવળના ધમધમતા જૈન દેરાસર ચોકમાં મોબાઈલ દુકાનમાં તસ્કરોએ રાત્રીના શટરના તાળા તોડી અડધું શટર ઉંચકાવી તેમાંથી મોબાઈલ તેમજ એસેસરીઝ, રોકડા રૃપીયા સહિત પ,પ૬, ૪૮૮નો મુદ્દામાલ ચોરી કરી જતા ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભારે દોડધામ મચેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વેરાવળ શહેરના હાર્દસમા જૈન દેરાસર ચોકમાં ભગવતી મોબાઈલ નામની દુકાન માલીક લખમણભાઈ ઉર્ફે લીલાભાઈ રામભાઈ સોલંકી ગત રાત્રે ૧૦ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. આજે સવારે ૯ વાગ્યે દુકાન ખોલવા આવેલ ત્યારે શટરના તાળા તુટેલા અને શટર ઉચકાવેલું જણાતા તાત્કાલિક પોલીસને બોલાવેલ હતી. તપાસ કરતા જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ ૧૮ તેમજ તેની એસેસરીઝ અને લોકરમાં રાખેલ રોકડા રૃા.૧,૪પ લાખ મળી પ,પ૬,૪૮૮ની મત્તા ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.

Read Saurashtra Kranti E-Paper here

દુકાનના માલિકે જણાવેલ હતું કે દુકાનની અંદર તમામ સામાન વેરવિખેર કરી નાખેલ હતો. જે ચોકમાં ચોરી થયેલ છે તે મોડી રાત સુધ ધમધમતો રહે છે અને વ્હેલી સવારથી આવક જાવક શરૃ થઈ જાય છે. આટલી મોટી ચોરી થતા પોલીસ દ્વારા ડોગ સ્કવોડ, એફએસએલ તેમજ પોલીસ વિભાગની તમામ બ્રાંચો કામે લાગી ગયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here