રણછોડદાસજી બાપુનાં આશ્રમ પાસે રહેતાં વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

રણછોડદાસજી બાપુનાં આશ્રમ પાસે રહેતાં વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
રણછોડદાસજી બાપુનાં આશ્રમ પાસે રહેતાં વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

શહેરનાં રણછોડદાસજી બાપુનાં આશ્રમ પાસે રહેતાં વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. બનાવ જાણ થતાં બી ડિવિજન પોલીસ દોડી ગઈ હતી. અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ આદરી છે.

બનાવની વિગત મુજબ શહેરનાં રણછોડદાસજી બાપુનાં આશ્રમ પાસે રહેતાં જગાભાઈ ગાંડુભાઈ કાછડીયા (ઉ.વ.60) નામનાં વૃદ્ધે ગઈ કાલે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે બી ડિવિજન પોલીસે જરુરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.