કોલોરાડોમાં સુપરમાર્કેટમાં બેફામ ગોળીબાર: પોલીસ અધિકારી સહિત 10નાં મોત

અમેરીકા-USA-FIRING-પોલીસ
અમેરીકા-USA-FIRING-પોલીસ

Subscribe Saurashtra Kranti here

પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો

અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં સુપરમાર્કેટમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા પોલીસ અધિકારી સહિત ૧૦ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. જો કે આ શખ્સે ગોળીબાર શા માટે કર્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બોલ્ડર પોલીસે ટ્વીટ કરીને ગોળીબારની ઘટના અંગે પુષ્ટી કરી હતી.

સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી અમેરિકાનું ગન કલ્ચર ફરી માથાનો દૃુ:ખાવો બની ગયું છે. પોલિસે સુપરમાર્કેટમાંથી એક સંદિગ્ધ શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સને પગમાંથી લોહી નીકળી રહૃાું હતું અને તેણે ફક્ટ શોર્ટ્સ પહેરી હતી. પોલિસે ગોળીબારની ઘટના બાદ તેને હથકડી પહેરાવી ધરપકડ કરી લીધી છે.

બોલ્ડર પોલીસના જણાવ્યા મુજબ આ ગોળીબારમાં મૃત્યુ પામનાર એક પોલિસ અધિકારી પણ છે. પોલિસ અધિકારીની ઓળખ એરિક ટેલી (૫૧) તરીકે થઈ છે. તે ૨૦૧૦થી બોલ્ડર પોલીસમાં સેવા આપી રહૃાા હતા. તે એક સાત વર્ષના બાળકના પિતા પણ છે. આ દૃુ:ખદ છે કે એરિકે જ સૌપ્રથમ હુમલાખોર સામે બાથ ભીડી હતી અને તેનું કમનસીબે ગોળી વાગતા મોત થયું હતું.

બોલ્ડર ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ ડોઘર્ટીના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારજનોની ઓળખ કરવામાં આવી રહી છે જેથી હજી સુધી નામ જાહેર કરવામાં નથી આવ્યા. હુમલાખોરે કિંગ્સ સુપર્સ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Read About Weather here

ગોળીબારની ઘટનાને પગલે ઝડપથી પોલિસે સમગ્ર વિસ્તારને ઘેરી નાકાબંધી કરી દીધી હતી. સ્વોટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ત્રણ હેલીકોપ્ટર પણ પહોંચ્યા હતા. સ્ટોરના આગળની બારીનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.

સુપરમાર્કેટમાંથી એક મહિલા તેના પુત્ર સાથે ખરીદી કરીને બહાર આવ્યા બાદૃ તેણે જણાવ્યું કે, ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો. પાર્કિંગમાં તેમજ સ્ટોર બહાર એક-એક શખ્સને ગોળી વાગતા તેમનું મોત થયું હતું. તેણે તેના દીકરાને નીચે ઝુકી જવા માટે જણાવ્યું હતું. સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં અંદર નાસભાગ મચી ગઈ હતી. યુવાનો દ્વારા વૃદ્ધિ લોકોને ઝડપથી બહાર નિકળવામાં મદદ કરી રહૃાા હતા. અંદર ધાણીફૂટ ગોળીબાર થવા લાગ્યો હતો અને જોતજોતામાં ૧૦ લોકોનાં મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here