NDAના ‘આગમન’ના એંધાણની અસર…શેરબજારના રોકાણકારોના 14 લાખ કરોડ સ્વાહા – સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો

NDAના 'આગમન'ના એંધાણની અસર ... શેરબજારના રોકાણકારોના 14 લાખ કરોડ સ્વાહા - સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો
NDAના 'આગમન'ના એંધાણની અસર... શેરબજારના રોકાણકારોના 14 લાખ કરોડ સ્વાહા - સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો

લોકસભા ચૂંટણી 2024ના મત ગણતરી દરમિયાન શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 76 હજાર લેવલ પર ખૂલ્યા બાદ 1600 પોઈન્ટથી વધુ તૂટી 74753 પોઈન્ટ થયો હતો.તેમજ નિફ્ટી પણ 400 પોઈન્ટ તૂટી 23 હજારનું લેવલ ગુમાવ્યું હતું. લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.

આજ સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 2233.99 પોઈન્ટના કડાકા સાથે 74234.79 થયો હતો. નિફ્ટી પણ 696.95 પોઈન્ટ કડાકા સાથે 22566.95ની લો સપાટીએ પહોંચ્યો હતો. એનડીએની જીતની અપેક્ષાએ આજે પ્રિ-ઓપનિંગમાં જ શેરબજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. પ્રિ-ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે 77 હજારની સપાટી વટાવી હતી. જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રિ-ઓપનિંગ સેશનમાં 77 હજારની સપાટી ક્રોસ થયા બાદ 183 પોઈન્ટ તૂટી 76286 થયો હતો.ગિફ્ટ નિફ્ટીએ નવી ટોચ નોંધાવી છે.

14 લાખ કરોડ ઘટી મૂડી

શેરબજાર કડડભૂસ થવાની સાથે જ રોકાણકારોએ રૂપિયા 14.46 લાખ કરોડની મૂડી ગુમાવી છે.બીએસઈ ખાતે ટ્રેડેડ 3022 સ્ક્રિપ્સ પૈકી માત્ર 576 શેર્સ જ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2345 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 63 શેર્સ વર્ષની ટોચે અને 66 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.