પ્રતિબંધ : રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ

ડે.સીએમ નીતિન પટેલે
ડે.સીએમ નીતિન પટેલે

Subscribe Saurashtra Kranti here.

ચૂંટણી ખત્મ, પ્રજા પર પ્રતિબંધ, પ્રજા ભલે મરતી હોય તો મરે, રંગોત્સવ પર ’પ્રતિબંધ: નીતિન પટેલ

ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા, હાલ ૪ થી ૫ પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહૃાા છે. ત્યારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી અલગ-અલગ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહૃાું છે કે, હોળી ધાર્મિક રીતે પ્રગટાવી શકાય છે પરંતુ તેના બીજા દિવસે કલરથી રમી શકાશે નહીં અને લોકોને એકઠા કરી શકાશે નહીં.

કર્ફ્યું વિશે નાયબ મુખ્યમંત્રી બોલ્યા કે, જરૂર છે ત્યાં રાત્રિ કરયૂ મૂક્યો છે, કેટલાક બજારો શનિ રવિમાં બંધ રાખ્યા છે. ખરીદી માટે લોકો માર્કેટમાં શનિ રવિમાં આવતા જતા હોય છે, તેથી મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપાર ધંધા કે નાના માણસની રોજગારી પર અસર ના થાય તેનું ધ્યાન રાખી રહૃાા છીએ. હાલ ૪ થી ૫ પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે. સદનસીબે યુકે સ્ટ્રેઈન જે ખૂબ સંક્રમણ ફેલાવે છે તેની જે ચિંતા હતી, એવી ચિંતાજનક કોઈ સ્ટ્રેઈન માલુમ પડ્યું નથી.

Read About Weather here

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હોળી અને ધૂળેટીના તહેવારમાં ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની આપણે મંજૂરી આપીશું પરંતુ એકબીજા પર કલર છાંટવા, એકબીજાને રંગવા, ટોળાં એકઠા કરવા અને દોડી દોડીને એકબીજાને રંગવા માટે ભીડ એકત્ર કરવી, આ પ્રકારની કોઇ પણ મંજૂરી આપવાની નથી. ફક્ત ધાર્મિક રીતે હોળી દહન માટે મર્યાદિત લોકોને એકત્ર થાય તે માટે મંજૂરી આપવામાં આવી છે. ગામડાઓમાં શહેરોમાં મહોલ્લાઓમાં શેરીઓમાં અને ગલીઓમાં ધાર્મિક રીતે અને ધાર્મિક વિધિ અનુસાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ કોઈને રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here