એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ 26 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે

Unja-market yard-close-ઊંઝા માર્કેટયાર્ડ
Unja-market yard-close-ઊંઝા માર્કેટયાર્ડ

Subscribe Saurashtra Kranti here.

ઊંઝા માર્કેટયાર્ડ દર વખતે ૫ કે ૭ દિવસ માર્કેટયાર્ડ બંધ રહેતું હોય છે

ઊંઝા માર્કેટયાર્ડ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો આવી રહૃાો છે. આ કપરા સમયમાં સરકારે કર્ફ્યું સહિત પ્રતિબંધો લાદ્યા છે. ત્યારે બીજી તરફ એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે આગામી ૮ દિવસ માટે બંધ રહેશે, માર્કેટયાર્ડને આગામી ૨૫ માર્ચ ૨૦૨૧ થી ૧ એપ્રિલ ૨૦૨૧ સુધી બંધ રખાશે. ઊંઝા વેપારી એસોસિએશન અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા રજુઆતના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ મહિનાના પૂર્ણહૂંતીના કારણે વર્ષ દરમ્યાન કરાયેલા ધંધાના મહત્વના હિસાબો માટે આ હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવે છે, અને તે માટે એપીએમસીમાં મહત્વની રજૂઆત કરવામાં આવે છે. જેને પગલે એપીએમસી દ્વારા માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારની હરાજી થતી નથી, આ વખતે માર્કેટયાર્ડ ૨૫ માર્ચથી જ બંધ રાખવામાં આવશે.

Read About Weather here

જો વાત કરવામાં આવે ઊંઝા માર્કેટ યાર્ડની કે દર વખતે ૫ કે ૭ દિવસ માર્કેટયાર્ડ બંધ રહેતું હોય છે ત્યારે આ વખતે ૮ દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિત અને મસાલા પાકો લઈને ખેડૂતો જોજનો દૃૂરથી આવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here