31 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ, મહેમાનો પર પણ લાગ્યો પ્રતિબંધ

    Punjab-CM-પંજાબ-શાળા-SCHOOL-COLLAGE-CLOSED
    Punjab-CM-પંજાબ-શાળા-SCHOOL-COLLAGE-CLOSED

    Subscribe Saurashtra Kranti here.

    શાળા-કોલેજોને બંધ કરવામાં આવ્યા

    મહામારીને લઈને પંજાબ એલર્ટ પર

    પંજાબમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને તમામા શાળા અને કોલેજોને ૩૧ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. જેની સાથે જ કોલેજની પરીક્ષાઓને પણ સ્થગિત કરાવામાં આવી છે. પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને શાળા-કોલેજોને ૩૧ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.

    મેડિકલ અને નર્સિંગ કોલેજોને છોડીને તમામ શૈક્ષણિક સંસ્થાનો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. આ સિવાય સિનેમા હોલને ૫૦ ટકા ક્ષમતા સાથે સંચાલિક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. એક મોલની અંદર ૧૦૦ કરતા વધારે લોકો એક સમયે હાજર નહીં રહી શકે.

    સાથે જ ઘરમાં એકસાથએ ૧૦ કરતા વધારે મહેમાનો બોલાવવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમામ સામાજિક કાર્યક્રમોને પણ બે અઠવાડિયા સુધી સ્થગિત કરવાના આદેશ આપવામનાં આવ્યા છે.

    પંજાબના ૧૧ જિલ્લાની અંદર અત્યારે નાઇટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. જેની અંદર લુધિયાણા, જાલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, ગુરદાસપુર, હોંશિયારપુર, કપૂરથલા અને રાપડનો સમાવેશ થાય છે. જ્યાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ સુધી નાઇટ કર્ફ્યું લાગુ રહેશે. આ તમામ જિલ્લાની અંદર દરરોજના ૧૦૦ કરતા વધારે કરોના કેસ આવી રહૃાા છે.

    Read About Weather here

    સાથએ જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહે દર રવિવારે સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરન્ટ, મોલ વગેરેને બંધ રાખવાના આદેશ પણ આપ્યા છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here