જૂના વાહનોને લઇ સંસદમાં મોટી જાહેરાત(41)

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ લોકસભા(સંસદ)માં વ્હીકલ સ્ક્રેપ નીતિની જાહેરાત કરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભા(સંસદ)માં વ્હીકલ સ્ક્રેપ નીતિની જાહેરાત કરી. આ અંતર્ગત સરકાર હવે જુના વાહનોના સ્ક્રેપના બદલે નવા વાહનો ખરીદવા પર ગ્રાહકોને છૂટ આપવાની જોગવાઈ કરી રહી છે. ગડકરીએ જણાવ્યું કે આ પોલિસી હેઠળ જો કોઈ વ્યક્તિ પોતાનું જૂનું વાહન સ્ક્રેપીંગ (ભંગારમાં ) માટે આપે છે, તો નવા વાહનની ખરીદી પર તેને ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ નીતિની સંસદમાં ઘોષણા કરતા ગડકરીએ જણાવ્યું કે તેનાથી લોકોને નવા વાહનો ખરીદવામાં સરળતા થશે. સાથે જ સ્ક્રેપ સેન્ટરો, ઓટો ઇન્ડસ્ટ્રી અને વાહનના પાર્ટથી સંબંધિત ઉદ્યોગોને પણ નીતિનો લાભ મળશે. આંકડા રજૂ કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં હાલ ૨૦ વર્ષ કરતા જુના ૫૧ લાખ વાહનો છે. આ ઉપરાંત, ૧૫ વર્ષથી વધુ જૂના ૩૪ લાખ વાહનો છે. આ ઉપરાંત ફિટનેસ સર્ટિફિકેટ વગરના ૧૫ વર્ષથી વધુ જૂના ૧૭ લાખ વાહનો છે. ફિટ વાહનોની સરખામણીમાં જૂના વાહન ૧૦-૧૨ ગણો વધુ પ્રદૃૂષણ ફેલાવે છે અને તે માર્ગ સલામતી માટે જોખમરૂપ છે.

Read About Weather here

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે વાણિજ્ય વાહનો ૧૫ વર્ષ પછી અને ૨૦ વર્થી જૂના ખાનગી વાહનો સ્વ-ડિ-રજિસ્ટર કરી દેવામાં આવશે. કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપલ, પંચાયત, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓના વાહન ૧૫ વર્ષ પછી ડી-રજિસ્ટર થઇ જશે. સાથે જ તેને ભંગારમાં ફેરવી પણ દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here