હેન્ડિક્રાફટ એન્ડ હેન્ડલૂમ્સ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયન કંપની પર તાળાં !(9)

    હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY
    હેન્ડિક્રાફટ-HANDYCRAFT-COMPANY

    Subscribe Saurashtra Kranti here.

    હેન્ડિક્રાફટ એન્ડ હેન્ડલૂમ્સ હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલી છે

    વધુ એક સરકારી કંપનીને બંધ કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળની બેઠકમાં લાંબા સમયથી ખોટમાં ચાલતી હેન્ડિક્રાફટ એન્ડ હેન્ડલૂમ્સ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટે કાપડ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ હેન્ડિક્રાફટ અને હેન્ડલૂમ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.

    નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬થી હેન્ડલૂમ્સ એક્સપોર્ટ કોર્પોરેશન સતત ખોટમાં ચાલી રહી હતી અને તેના સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા નાણાં પણ એકત્રિત કરવામાં નિષ્ફળ રહી હતી. સરકારનું કહેવું છે કે આ કંપનીને પુનર્જીવિત કરવાની સંભાવના પણ ઘણી ઓછી હતી, તેથી કંપનીને બંધ કરવી જરૂરી હતી.

    કોર્પોરેશનમાં ૫૯ કાયમી કર્મચારીઓ છે અને ૬ મેનેજમેન્ટ તાલીમાર્થીઓ છે. બધા કાયમી કર્મચારીઓ અને મેનેજમેન્ટ તાલીમાર્થીઓને જાહેર સાહસ વિભાગ દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિઓ મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ લેવાની તક આપવામાં આવશે.

    Read About Weather here

    એચએચઇસીને બંધ કરવાના આ નિર્ણયથી સરકારી ખજાનાની બચત થશે. આનાથી બીમાર સીપીએસ પર પગાર/ભથ્થાના ખર્ચમાં ઘટાડો આવશે. તે એક એવો જાહેર ઉપક્રમ છે જે કાર્યરત નથી અને તેમાંથી કોઈ આવક પણ નહોતી થઈ રહી. એચએચઇસી ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળની કંપની છે. કંપની ભારતીય હસ્તકલા, ભારતીય હેન્ડલૂમ્સ, ભારતીય સજાવટ, ભારતીય ઉપહાર, ભારતીય પ્રાચીન વસ્તુઓ, ચામડાની સજાવટ, રત્ન અને ઝવેરાત, લોખંડની હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here