ઉધાવ સરકારે હજુ ૫૬ ટકા રસી વાપરી જ નથી જાવડેકર ની સનસનાટી (9)

    JADVEKAR-જાવડેકર
    JADVEKAR-જાવડેકર

    Subscribe Saurashtra Kranti here.

    કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો સરકાર પર આરોપ

    મહારાષ્ટ્રમાં અમે મોકલેલી ૫૬ ટકા વેક્સિનનો ઉપયોગ કરાયો નથી

    મહારાષ્ટ્ર સરકાર પર સનસની આરોપ

    દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહૃાું છે. દેશમાં સૌથી વધુ કોરોનાનો કહેર હોય તો તે છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર પાસેથી વધારે કોરોના વેક્સીનની માંગણી કરી રહી છે. હવે કેન્દ્રએ પણ મહારાષ્ટ્ર સરકારને રોકડો હિસાબ પરખાવી વેક્સીન મામલે ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે.

    કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્રને કેન્દ્ર દ્વારા ૫૪ લાખ કોરોનાની વેક્સીન આપવામાં આવી પરંતુ રાજ્ય સરકારે માત્ર ૨૩ લાખ વેક્સીનનો જ ઉપયોગ કર્યો છે. મહારાષ્ટ્રમાં હજી સુધી ૫૬ ટકા વેક્સીનનો તો ઉપયોગ જ નથી થઈ શક્યો.

    પ્રકાશ જાવડેકરે આરોપ લગાવ્યો હ્તો કે, વેક્સીનની આ સ્થિતિ હોવા છતાંયે શિવસેનાના સાંસદ રાજ્ય માટે હજી વધારાની વેક્સીન માંગી રહૃાાં છે. તેમણે મહારાષ્ટ્ર સરકાર પર સનસની આરોપ લગાવતા કહૃાું હતું કે, પહેલા કોરોના મહામારી દરમિયાન મિસ-મેનેજમેન્ટ થયું અને હવે વેક્સીનને લઈને પણ આવી જ સ્થિતિ બની રહી છે.

    Read About Weather here

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું આ ટ્વિટ એવા સમયે સામે આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાના વધતા જતા કેસોને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહૃાાં છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here