કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિ તૈયાર કરી શકે છે પ્રશાંત કિશોર (15)

GUJARAT-ELECTION-CONGRSS-PRASHANT-KISHOR
GUJARAT-ELECTION-CONGRSS-PRASHANT-KISHOR

Subscribe Saurashtra Kranti here.

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ ઘડવાની જવાબદારી પ્રશાંત કિશોરના શિરે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યા બાદ પાર્ટીની હાલત કફોડી બની ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસનો જનાધાર મજબૂત કરવા અને કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવા માટે હવે ચૂટણીના ચાણક્ય ગણાતા અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરને જવાબાદારી સોંપવામાં આવી શકે છે. પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહનો હાથ ઝાલ્યા બાદ હવે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવાનું કામ કરી શકે છે.

હાલ પ્રશાંત કિશોર પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહૃાાં છે. પંજાબ વિધાનસભા ચૂટણી માટે કોંગ્રેસની રણનીતિ ઘડવાની જવાબદારી પ્રશાંત કિશોરના શિરે જ છે. જે બાદ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રશાંત કિશોરને જ જવાબદારી સોંપી શકે છે. આ માટે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટી હાઈકમાન્ડ સાથે સંપર્કમાં હોવાનું કહેવાઈ રહૃાું છે.

Read About Weather here

જો આવું થાય છે અને પ્રશાંત કિશોરની રણનીતિ પ્રમાણે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂટણીમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન કરે છે, તો તેની સીધી અસર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here