મોંઘવારીનો માર: સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.40નો ભાવ વધારો

સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો
સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો

Subscribe Saurashtra Kranti here.

મોંઘવારીનો અસહૃા માર પ્રજા પર

હાલમાં મોંઘવારીને કારણે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રજાની કમર તોડી રહી છે. તો બીજી બાજુ ખાદ્યતેલનાં ભાવો પણ ગૃહિણીઓને રડાવી રહૃાા છે. અને ખોરાકના સ્વાદને બગાડી રહૃાો છે. હવે મોંઘવારીનો અસહૃા માર પ્રજા પર પડી રહૃાો છે. અને ખાદ્યતેલના ભાવ ઓલટાઈમ હાઈ પહોંચી ગયા છે. સીંગતેલ, કપાસિયા તેલમાં રૂ.૪૦નો ભાવ વધારો થયો છે.

ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલ ના ભાવ ઓલટાઇમ હાઈ પહોંચી ગયો છે. સનફલાવરમાં ૬૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે કપાસિયા અને સીંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૫૮૦ પર પહોંચ્યો છે. અને કપાસિયા તેલના ભાવ ૨૧૫૦ની આસપાસ પહોંચી ગયા છે. અને આગામી સમયમાં હજુ ૩૦૦૦ સુધી ભાવ પહોંચે તો નવાઈ નહીં.

Read About Weather here

ખાદ્યતેલનાં ભાવો રોકેટ ગતિએ પહોંચતાં સામાન્ય પ્રજામાં ભારોભાર રોષ જોવા મળી રહૃાો છે. અને ખાદ્યતેલની કિંમતો ક્યારે અંકુશમાં આવશે તેના પર હાલ સૌ કોઈની નજરો છે. તો સટોડિયાઓને કારણે પણ ભાવ વધારો થતો હોવાની ચર્ચા છે. ત્યારે સરકાર ક્યારે ખાદ્યતેલના ભાવો પર અંકુશ મેળવશે તે જોવું રહૃાું. બાકી સામાન્ય પ્રજાને તો કારમી મોંઘવારીમાં પિસાતા જ રહેવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here