Subscribe Saurashtra Kranti here.
સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવોમાં ભારે વધારો ઝીંકી દેવામાં આવ્યો
સતત બીજી વખત તેલની કિંમતોમાં રૂ.40 નો વધારો : ગૃહિણીઓમાં ભારે દેકારો અને રોષ, કિંમતો ઓલટાઈમ હાઈ
કોરોનાની મહામારી એકાએક વધી રહી છે તો બીજી તરફ મોંધવારીનો રાક્ષસ સામાન્ય જનતાના માસિક બજેટને તહસનહસ કરી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત એવું બન્યું છે કે, સિંગ તે લ અને કપાસિયા તલના ભાવોમાં ભારે વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આજે રૂ.40 નો ડબ્બા દીઢ વધારો જાહેર કરતા ખાદ્ય તે લોની કિંમતો ઓલટાઈમ હાઈ સપાટી પર પહોચી જવા પામી છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓમાં રોષ આસમાને પહોચી ગયો છે.
Read About Weather here
કપાસિયા તલનો ભાવ આજે વધીને ડબ્બા દીઢ રૂ. 2150 થઇ ગયો છે. જ્યારે સિંગ તલનો ભાવ ડબ્બા દીઢ ભાવ વધીને રૂ. 2580 ની વિક્રમ સપાટી પર પહોચી ગયો છે. ઉપરાઉપર કિંમતો વધી રહી હોવાથી જીવન જરૂરી એવા ખાદ્ય તે લની ખરીદી કરવાનું પણ સામાન્ય પરિવારો માટે અશક્ય બનતું જાય છે. લાખો પરિવારોના બજેટ ગળબળ થઇ ગયા છે.
બુલડોઝરની ગતિથી ખાદ્ય તેલો અને કઠોળ, શાકભાજી જેવી અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોચી રહ્યા છે. સરકાર કોઈ પણ ભોગે નાથે એવી ઉગ્ર લોક લાગણી જોવા મળી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here