2021-22માં બૅંક ધિરાણમાં પાંચ ટકા વૃદ્ધિની શક્યતા

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    2021-22માં જીડીપી ગ્રોથ ૧૧ ટકાના દરે વૃદ્ધિ કરવાની સંભાવના

    ચાલુ નાણાકીય વર્ષ(2021-22)માં સરકારી પ્રયાસો અને નિયમનકારીના પગલાઓના લીધે દેશની ઈકોનોમી અપેક્ષા કરતાં વધુ ઝડપે રિકવર થઈ છે. આગામી નાણાકીય વર્ષમાં બેક્ધોની ક્રેડિટ ૪૦૦થી ૫૦૦ બેસીસ પોઇન્ટ વધીને નવથી દસ ટકા થવાનો આશાવાદ ક્રિસિલે વ્યક્ત થયો છે. ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં બેક્ધ ક્રેડિટ ૪-૫ ટકા વધવાની શક્યતા છે.

    ક્રિસિલના રિપોર્ટ અનુસાર, 2021-22માં જીડીપી ગ્રોથ ૧૧ ટકાના દરે વૃદ્ધિ કરવાની સંભાવના છે. ક્રિસિલના સિનિયર ડિરેક્ટર ક્રિષ્ના સિતારમણે જણાવ્યુ હતુ કે, આ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં બેન્ક ક્રેડિટ ગ્રોથ ૦.૮ ટકા નેગેટીવ રહૃાો હતો. ત્રીજા ત્રિમાસિકમાં રિકવર થઈ વધી ત્રણ ટકા થયો હતો. ચોથા ત્રિમાસિકમાં ત્રણ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જૂન, ૨૦૨૦માં ક્રિસિલે બેક્ધ ક્રેડિટ ગ્રોથ ૦-૧ ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. કોરોના બાદ આર્થિક મંદીમાંથી બહાર આવવા સરકારે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ અંતર્ગત ત્રણ લાખ કરોડની ફાળવણી સહિત અનેક સકારાત્મક પગલાંઓ લીધા હતા.

    આ પગલાંનો લાભ બેક્ધ ક્રેડિટ, અને અર્થતંત્રને મળ્યો. રિટેલ ધિરાણ આ વર્ષે ૯થી ૧૦ ટકા ઘટવાની સંભાવના છે. એમએસએમઈનો ક્રેડિટ ગ્રોથ આ વર્ષે ૧૦ ટકા અને આગામી વર્ષે આઠ થી નવ ટકા રહેશે. પ્રથમ નવ માસમાં નેટ ક્રેડિટ વધી ૨.૩ લાખ કરોડના સ્તરે રહી છે.

    Read About Weather here

    ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં ઈસીએલજીએસ હેઠળ રૂ ૧.૬ લાખ કરોડની ફાળવણી સાથે બેક્ધોની નેટ ક્રેડિટ વધી રૂ. ૨.૩ કરોડ થઈ છે. બેક્ધોએ ક્રેડિટ વિકલ્પ તરીકે લોંગ ટર્મ રેપો ઓપરેશન અને પાર્શિયલ ક્રેડિટ ગેરેંટી સ્કીમના લક્ષ્યાંકરૂપે રૂ.૧.૪ લાખ કરોડ જમા કર્યા હતા. કોર્પોરેટ ક્રેડિટનો ગ્રોથ કુલ બેન્ક ક્રેડિટના ૪૯ ટકા રહૃાો છે. આગામી વર્ષે કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ છએક ટકા વધવાનો આશાવાદ છે. જો કે, કોર્પોરેટ લોનનો હિસ્સો અન્ય સેગમેન્ટની તેજી સામે મંદ રહેશે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here