એન્ટિલિયા કેસ: મુંબઈ પોલીસે સચિન વઝેને કર્યા સસ્પેન્ડ (9)

    ANTILIA-NIA
    ANTILIA-NIA

    Subscribe Saurashtra Kranti here.

    એન્ટિલિયા કેસના સૂત્રધાર

    એન્ટિલિયા કેસ ની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) તરફથી ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વઝેને મુંબઈ પોલીસે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યારે સચિન વઝે ૨૫ માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે. તેમના પર એન્ટિલિયા કેસના સૂત્રધાર હોવાનો આરોપ છે. સચિન વઝેની ધરપકડ લગભગ ૧૨ કલાક લાંબી પૂછપરછ બાદ કરવામાં આવી હતી. ૬૬ એક્ધાઉન્ટર કરી ચુકેલા સચિન વઝે એકલા આ ષડયંત્રમાં સૂત્રધાર નથી, પરંતુ હજુ બીજા અનેક પોલીસવાળાઓ પર આ કેસમાં ગાળિયો કસાઈ શકે છે.

    શનિવારે મુંબઈની એનઆઈએ ઑફિસમાં સચિન વઝે સાથે પૂછપરછ થઈ. આ પૂછપરછ દૃરમિયાન એનઆઈએ સચિનની સામે કેટલાક એવા પુરાવા રાખ્યા, ત્યારબાદ સચિને આ ષડયંત્રમાં સામેલ થવાની વાત કબૂલ કરી લીધી, પરંતુ સાથે એ પણ કહૃાું કે તેઓ આ ષડયંત્રનું ફક્ત એક મોહરું છે.

    સચિનની ધરપકડનું મોટું કારણ બની એ બે ગાડી જેનો ઉપયોગ ૨૫ જાન્યુઆરીના એન્ટિલિયા કેસમાં કરવામાં આવ્યો હતો, જે સ્કોર્પિયોમાં ૨૦ જિલેટિન સ્ટિક અને ધમકીભર્યો પત્ર રાખવામાં આવ્યો હતો એ સ્કોર્પિયો ૧૭ જાન્યુઆરીથી સચિન વઝે પાસે હતી. એનઆઈએ આનો પુરાવો પણ મેળવી લીધો છે.

    એનઆઈએને એ પણ માહિતી મળી ગઈ છે કે ૧૭ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સ્કોર્પિયો થાણેમાં ક્યાં પાર્ક હતી, આ વિશે એનઆઈએની ટીમ વિક્રોલી પોલીસ સ્ટેશનની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે કે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કોના કહેવા પર સ્કોર્પિયોની ચોરીનો રિપોર્ટ લખવામાં આવ્યો. આ રિપોર્ટ મનસુખ હિરેને ૧૮ ફેબ્રુઆરીના લખાવી હતી.

    Read About Weather here

    ર્પિયોની સાથે-સાથે એન્ટિલિયા સુધી જે સફેદ ઇનોવા કાર ગઈ અને જે ઇનોવા કારમાં બેસીને સ્કોર્પિયો ડ્રાઇવર ઘટનાસ્થળેથી નીકળી ગયો, એ ઇનોવાનું રહસ્ય પણ ખુલી ગયું છે. આ ઇનોવા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈયૂ યૂનિટની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઇનોવાના ડ્રાઇવર વિશે પણ જાણકારી મળી ગઈ છે. એનઆઈએ તેની સાથે પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સાથે જ જોડાયેલા વધુ એક આસિસ્ટન્ટ પોલીસ ઇન્સપેક્ટર રિયાઝ કાઝી સાથે પણ એનઆઈએ લાંબી પૂછપરછ કરી છે. સચિન વઝેની સાથે રિયાઝ કાઝી પણ આ ષડયંત્રમાં સામેલ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here