મોટાભાગની ઇકોનોમી 2022 સુધી કોરોના પહેલાંનાં સ્તરે આવી શકશે નહીં: મૂડીઝ

moodys-economy-2022
moodys-economy-2022

ઇકોનોમી

ભારત આગામી વર્ષમાં ૧૧ ટકાનો વિકાસ દર હાંસલ થઈ શકશે : PHD ચેમ્બર ઓફ કોમર્સ

કેટલાક દેશોમાં શરૂ કરવામાં આવેલી વેક્સિનેશન ઝુંબેશ ગ્લોબલ ઇકોનોમી માટે રાહતરૂપ પુરવાર થશે નહીં

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કોરોના પછી વૈશ્ર્વિક ઇકોનોમીની સ્થિતિ અંગે આગાહી કરતા કહૃાું હતું કે, ૨૦૨૨ સુધીમાં મોટાભાગની ઇકોનોમી કોરોના પહેલાંના સ્તરે આવી શકશે નહીં. કોરોનાને કારણે વેપાર ધંધા-ઉદ્યોગોને આપવામાં આવનાર લોન અને ધિરાણમાં આવેલો ઘટાડો અલ્પજીવી છે પણ મોટાભાગની ઇકોનોમી ૨૦૨૨ સુધી કોરોના પહેલાંના સ્તરે આવી શકશે નહીં. હું એ ૧૧ માર્ચ ૨૦૨૦નાં રોજ કોરોનાને મહામારી જાહેર કરી તે પછી વૈશ્ર્વિક ઇકોનોમીનો ગ્રોથ ખોરવાઈ ગયો છે અને લોન અને ધિરાણમાં ઘટાડો થયો છે.

Subscribe Saurashtra Kranti here.

મૂડીઝે તેનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ રિકવરી ધીમી અને અસ્થિર રહેશે. મેક્રોઇકોનોમિક આઉટલૂકમાં અસ્થિરતા વધારે રહેશે.

વેક્સિનેશનનું પ્રમાણ વધવાની સાથે કોરોનાના સંક્રમણમાં તબક્કાવાર ઘટાડો થતો રહેશે. પરિણામે સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન હટાવવામાં આવશે. જો કે વાઇરસનાં નવા સ્ટ્રેઈન ચિંતા જન્માવનારા છે પણ આપણે ઓછા કેસ સાથે વાઇરસ સાથે જીવવાનું શીખી લેવું પડશે. મૂડીઝે નોંધ્યું હતું કે કેટલાક દેશોમાં શરૂ કરવામાં આવેલી વેક્સિનેશન ઝુંબેશ ગ્લોબલ ઇકોનોમી માટે રાહતરૂપ પુરવાર થશે નહીં. કેટલાક દેશોમાં વેક્સિનેશનની કામગીરી ઘણી ધીમી છે તેથી સ્થાનિક સ્તરે સંક્રમણ વધી શકે છે.

Read About Weather here

દરેક દેશ કોરોનાને કાબૂમાં રાખવા કેવા પગલાં લે છે અને કેટલો સફળ રહે છે તે ઉપરાંત દરેક દેશોમાં નવી રોજગારીનું કેવી રીતે અને કેટલું સર્જન થાય છે તેનાં પર જીડીપી ગ્રોથનો આધાર છે. અસ્થિર પણ ધીમી રિકવરી વધતા લોન અને ધિરાણ પરનાં જોખમો ઘટયા છે. મૂડીઝે નોંધ્યું હતું કે જુદા જુદા દેશોમાં જોવા મળી રહેલી કે શેપ્ડ રિકવરી સતત ચાલુ રહેવી જોઈએ. કેટલાક સેક્ટર જેવા કે ફૂડ રિટેલ, કોમ્યુનિકેશન અને ગુડ્ઝ શિપીંગમાં કામગીરીનાં નોંધપાત્ર સુધારો થયો છે પણ હોસ્પિટાલિટી તેમજ એર ટ્રાવેલ સેક્ટરની કામગીરી ચિંતાજનક છે.

કોરોનાનાં સપાટામાંથી બહાર આવીને ઇકોનોમિક એક્ટિવિટી ગતિ પકડી રહી છે અને રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધરી રહૃાું છે તે જોતા આવતા વર્ષમાં ૧૧ ટકાનો જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરી શકાશે તેમ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here