ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ…

ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ...
ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ...

ચોમાસાની સિઝનની સાથે બીમારીઓનું પણ જોખમ વધી ગયું છે. વરસાદની સિઝનમાં, ટાઈફોઈડ, ઝાડા, તાવ, ડેંગ્યુ અને મલેરિયાનું જોખમ વધારે હોય છે. તેમાં ટાયફોડ ખાણી-પીણીના કારણે થાય છે.

ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ… ચોમાસા

કાળઝાળ ગરમી પછી દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદની સાથે લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ વરસાદની સિઝનમાં બીમારીઓ પણ વધી જાય છે. વરસાદની સિઝનમાં બીમારીઓ ઘર કરી જાય છે. તેથી જો તમે બિમાર પડો તો તરત સારવાર લેવી કેમ આ બીમારીઓ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. જાણો બીમારીથી બચવા શું કરવું જોઈએ.વરસાદની સિઝનમાં વાતાવરણમાં ભેજ હોય છે. તેના કારણે બેક્ટીરયા વધી જાય છે. અને ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટીરિયા બીમારીઓનું કારણ બને છે. વાયરલ અને બેક્ટીરિયલ સંક્રમણથી થતી બીમારીઓ ચોમાસામાં વધી જાય છે અને તે બાળકોથી માંડીને વૃદ્ધોને પણ ભોગ બનાવે છે.

ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ… ચોમાસા

કંઈ બીમારીઓનું જોખમ રહે છે?
વરસાદની સિઝનમાં ટાઈફોઈડ, ઝાડા, તાવ, ડેંગ્યુ અને મલેરિયાનું જોખમ વધારે હોય છે. તેમાં ટાયફોડ ખાણી-પીણીના કારણે થાય છે. તાવ વરસાદની સિઝનમાં વધારે એટલા માટે આવે છે કેમ કે ટાઈફોઈડ ફેલાવતા બેક્ટીરિયા એક્ટિવ થઈ જાય છે.
વરસાદની સિઝનમાં ઝાડાનું જોખમ પણ વધી જાય છે. તે પણ ખરાબ પાણી પીવાથી અને ખાવાના કારણે થાય છે. તેના કારણે ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. કેટલાક બેક્ટીરિયાના કારણે તાવ પણ આવે છે. તેથી વરસાદની સિઝનમાં ફ્લુનું જોખમ વધી જાય છે.

ચોમાસાની સિઝનમાં આ બીમારીથી ચેતજો : વધી જાય છે આ બીમારીઓના જોખમ… ચોમાસા

ડેંગ્યુ અને મેલેરિયાનું રિસ્ક વધી જાય છે
આ સિઝનમાં સૌથી વધારે જોખમ ડેંગ્યુ અને મલેરિયાનું હોય છે. આ બંને બીમારીઓ મચ્છર કરડવાથી અને વરસાદના પાણીને કારણે થાય છે. મચ્છરના કરડવાથી ડેંગ્યુ અને મલેરિયાની બીમારી થાય છે. જો આ ડિસીઝની સમયસર સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

નબળી ઈમ્યુનિટીના લોકોને જોખમ
વરસાદની સિઝનમાં થતી બીમારીઓનું સૌથી વધારે જોખમ નબળી ઈમ્યુનિટીવાળાને રહે છે. આવા લોકો વાયરસ અને બેક્ટીરિયાની ચપેટમાં સરળતાતી આવે છે. ત્યારે આવા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વરસાદમાં થતી બીમારીઓના લક્ષણો
તાવ
માથામાં દુખાવો
શ્વાસ લેવામાં મુશ્કેલી
ઝાડા ઉલ્ટી
સ્નાયુઓમાં દુખાવો

વરસાદમાં થતી બીમારીઓથી કેવી રીતે બચવું
મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે ઘરની આસપાસ અને ઘરમાં ક્યાય પણ પાણી જમાં ન થવા દેવું જોઈએ.
ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું અને ફાસ્ટ ફૂડ ખાવાથી બચવું
ગરમ પાણી પીવું
સાફ-સફાઈનું ધ્યાન રાખવું

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here