વિદેશમાં એવું ગામ, જ્‍યાં છોકરીઓ મોટી થતાં બની જાય છે છોકરા

વિદેશમાં એવું ગામ, જ્‍યાં છોકરીઓ મોટી થતાં બની જાય છે છોકરા
વિદેશમાં એવું ગામ, જ્‍યાં છોકરીઓ મોટી થતાં બની જાય છે છોકરા

 છોકરો કે છોકરી તરીકે જન્‍મ લેવો એ કુદરતની મરજી છે. જન્‍મ પહેલા જ આપણું જેન્‍ડર નક્કી થઈ જાય છે. પણ મનુષ્‍યએ એટલી પ્રગતિ કરી લીધી છે કે સર્જરી દ્વારા પણ હવે પોતાનું લિંગ પરિવર્તન કરાવી શકે છે. વિશ્વમાં અનેક લોકો એવા છે જેમણે સર્જરીના માધ્‍યમે પોતાનું લિંગ પરિવર્તન કરાવી લીધું છે. જો કે, આવું સર્જરીના માધ્‍યમે જ શકય છે, પણ શું તમને ખબર છે કે આ ધરતી પર એવું પણ એક ગામ છે જ્‍યાં એક ઉંમર બાગ છોકરીએ છોકરા બની જાય છે, તે પણ સર્જરી વગર જ. હા આ વાત ચોંકાવનારી તો છે જ પણ સાથે સત્‍ય પણ છે.

 મોટા થયા બાદ આ ગામની છોકરીઓનું જેન્‍ડર જાતે જ બદલાઈ જાય છે. ત્‍યાર બાદ અહીંની છોકરીઓ, છોકરા બની જાય છે. તો જાણો આ રિપૉર્ટમાં એવું કયું ગામ છે અને કેમ અહીં છોકરીઓ સાથે થાય છે આવું…

 આ ગામનું નામ છે લા સેલિનાસ જે ડોમિનિકન રિપબ્‍લિક દેશમાં છે. આ ગામની અનેક છોકરીઓ ૧૨ વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા છોકરામાં ફેરવાઈ જાય છે. છોકરીઓ સાથે એવું કેમ થાય છે કે આ રહસ્‍યની હજી સુધી વૈજ્ઞાનિક શોધ થઈ શકી નથી, પણ છોકરીઓ સાથે થતાં ફેરફારને કારણે લોકો આ ગામને શ્રાપિત ગામ માનવા માંડ્‍યા છે.

 લા સેલિનાસ ગામની છોકરીઓના છોકરા બનવાની અજીબ બીમારીને કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન રહે છે. અનેક લોકો તો એવું પણ માને છે કે આ ગામમાં કોઈ અદ્રશ્‍ય શક્‍તિનો પડછાયો છે. તો કેટલાક વળદ્ધ ગામને શ્રાપિત માને છે. આ ગામમાં એવા બાળકોને ‘‘ગ્‍વેદોચે” કહેવામાં આવે છે.

 સ્‍થિતિ એવી થઈ ગઈ છે કે આ ગામના લોકો છોકરીઓના જન્‍મથી ડરવા લાગ્‍યા છે. એટલું જ નહીં, ગામમાં જ્‍યારે કોઈના ઘરે છોકરીનો જન્‍મ થાય છે, ત્‍યારે તે પરિવારમાં શોકનો માહોલ હોય છે, કારણ કે તેમને ડર હોય છે કે તેમની દીકરી મોટી થઈને છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્‍યા પણ નોંધપાત્ર રીતે ઘટી રહી છે.

 આ ગામ દરિયા કિનારે આવેલું છે અને ગામની વસ્‍તી ૬ હજાર જેટલી છે. પોતાના વિચિત્ર રહસ્‍યને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયું છે. બીજી તરફ ડોક્‍ટરોનું કહેવું છે કે આ બીમારી ‘‘જિનેટિક ડિસઓર્ડર” છે. આ ગામમાં ૯૦ માંથી ૧ બાળક આ રોગથી પીડાય છે. જે છોકરીઓ આ બીમારીથી પીડિત હોય છે, તેઓના શરીરમાં ચોક્કસ ઉંમર પછી પુરૂષ જેવા અંગો બનવા લાગે છે. તે જ સમયે, તેમનો અવાજ ભારે થવા લાગે છે અને તેમના શરીરમાં ફેરફારો થવા લાગે છે જે ધીમે ધીમે છોકરીમાંથી છોકરામાં પરિવર્તિત થાય છે.