વાઘોડિયાની રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

વાઘોડિયાની રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયાની રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલા ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી જીવાત મળી આવી છે.સેવ ટામેટાના શાકમાંથી જીવાત નીકળી છે. રેસ્ટોરન્ટના માલિક દ્વારા ગ્રાહકો સાથે ચેડા કરવાનો આરોપ છે. સમગ્ર ઘટના મુદ્દે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી છે. રેસ્ટોરન્ટ માલિકે પોતાની રેસ્ટોરન્ટનો બચાવ કર્યો છે.જો કે ગ્રાહકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

પિત્ઝામાંથી નીકળ્યુ પ્લાસ્ટિક

બીજી તરફ આ અગાઉ અમદાવાદના ચાંદખેડાની રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું હોવાનું સામે આવ્યુ છે. ચાંદખેડા ખાતે આવેલી ધ ઓશન પિત્ઝામાં પ્લાસ્ટિક નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરી હતી. રેસ્ટોરન્ટના કિચનમાં પુષ્કળ ગંદકી અને વાસી ખોરાક જોવા મળ્યો હતો.

વાસી બ્રેડ પિઝા અને સડેલા બટેટા જોઈ ગ્રાહકો રોષે ભરાયા હતા. હેલ્થ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કે ચાંદખેડાની The ocean pizza રેસ્ટોરન્ટની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.