મુંબઈ ડિવિઝનથી સુરત, વલસાડ મેમુ ટ્રેન દોડાવવાનો કરાયો નિર્ણય


અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે સારા સમાચાર સામે આવી રહૃાા છે. ગુજરાતમાં અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે એક સારા સમાચાર છે, જેમાં મુંબઈ ડિવિઝનથી સુરત, વલસાડ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં બંધ કરાયેલ મેમુ ટ્રેન ફરી એકવાર ૧૦ મહિના બાદ શરૂ કરાઈ છે. તમને જણાવીએ કે ૨૩મી માર્ચ ૨૦૨૦થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે દરરોજ હજારોની સંખ્યામાં નોકરીયાત વર્ગ અપડાઉન કરતો હોય છે. જેથી અપડાઉન કરતા હજારો મુસાફરો માટે આજે એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઇ ડીવીઝન દ્વારા આજથી સુરત-વલસાડ મેમો ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે, જે હજારો લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. લોકડાઉનમાં બંધ કરાયેલી અને છેલ્લા દૃસ મહિના બાદૃ આજથી ફરી સુરત-વલસાડ મેમો ટ્રેન દોડી હતી.

૨૩મી માર્ચ ૨૦૨૦થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ કરાઈ છે. જેથી રોજીંદૃા નોકરી માટે આપડાઉન કરતા હજારો મુસાફરોને રાહત મળી છે. ટ્રેન દરરોજ સવારે ૯.૨૦ કલાકથી ઉપડી ૧૧.૩૫ કલાકે વલસાડ પહોંચશે. ત્યારબાદ ૩.૩૫ કલાકે વલસાડથી ઉપડી સાંજે ૫.૩૩ કલાકે સુરત પહોંચશે. મેમો ટ્રેન શરૂ થતાં હજારો મુસાફરોને પડતી હાલાકીથી છુટકારો મળી ગયો છે.