ધૂળ ધુમાડો એલર્જી ફૂગ અને દૂષિત રજકણો અસ્થમાના મુખ્ય જવાબદાર પરિબળો

ધૂળ ધુમાડો એલર્જી ફૂગ અને દૂષિત રજકણો અસ્થમાના મુખ્ય જવાબદાર પરિબળો
ધૂળ ધુમાડો એલર્જી ફૂગ અને દૂષિત રજકણો અસ્થમાના મુખ્ય જવાબદાર પરિબળો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ અસ્થમા દિવસની ઉજવણી માટે જાગૃતિ અને સશકિતકરણનો સંદેશ દુનિયાને આપ્યો છે કે જો કોઈને દમનો વ્યાધિ હોય તો જાગૃત  રહેવું.સામાન્ય રીતે આ રોગના દર્દીઓને ઇન્હેલર  અને દવાઓ આપવામાં આવે છે,પણ કોને ક્યારે અને કેટલી માત્રાનો ઉપયોગ કરવો એ જાણવું જરૂરી છે.અને તે પણ જાણવું જોઈએ કે જો કોઈને દમના લક્ષણ દેખાય તો તેની તપાસ કરાવી લેવી આવશ્યક છે. અસ્થમાના સમાન્ય લક્ષણ જેમકે શ્વાસ લેતી વખતે અવાજ આવવો અને ઉધરસ મુખ્ય છે. જો આવું જણાય તો પલ્મોનરી  ફંક્ષન ટેસ્ટ(પી. એફ.ટી.)કરાવી લેવો અને તેના આધારે તબીબો દવા આપે છે.જો પરિવારમાં કોઈને દમ થયો હોય તો પણ પરરિક્ષણ તો કરાવી જ લેવું.એમ પલ્મોનોેલોજી વિભાગના  ડો.કહ્યું હતું.  ફૂગનો ચેપ હોય તો જી.કે. માં તેની ચકાસણી કરી (સ્કિન પ્રિંક ટેસ્ટ) સારવાર આપવામાં આવે છે એમ ડો. ફોરમ રૂપારેલ અને ડો. અંકિત પટેલે જણાવ્યુ હતું.

સાવધાની અંગે તબીબોએ કહ્યું કે,પરિવારમાં કોઈ ધૂમ્ર્રપાન કરતા હોય તો સાવધાની રાખવી, પાલતુ જાનવર અને પક્ષીઓની એલર્જીહોય તો તેનાથી દૂર રહેવું,વાયરસના વાયરા હોય તો માસ્ક પહેરીને બહાર નીકળવાનું.૬૫ વર્ષથી  મોટી ઉમરની વ્યક્તિએ બેક્ટેરિયલ ન્યૂમોનિયા રસી અચૂક લેવી.ફ્લૂ વેક્સિન દરેકે અવશ્ય લગાવી લેવી જે હાઈ રિસ્કમાં જરૂરી છે. પ્રદુષણ વાતાવરણમાં જવાનું ટાળવું.