ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી

T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી
T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી

T્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી ધર્મશાલાના પહાડોની વચ્ચે હેલિકોપ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી જર્સી આકર્ષક લાગી રહી છે. જર્સીની સ્લીવ્સ કેસરી રંગની છે અને આ સિવાય તેમાં વાદળી રંગ છે. જર્સી લોન્ચ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ જોવા મળી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ હેલિકોપ્ટર દ્વારા જર્સીને આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એડિડાસ ટીમ ઈન્ડિયાની જર્સીનું સ્પોન્સર છે. આ જર્મન કંપની વર્ષ ૨૦૨૮ સુધી ટીમ ઈન્ડિયાની જર્સીની સ્પોન્સર રહેશે. એડિડાસે આ માટે ૩૫૦ કરોડ રૃપિયા ચૂકવ્યા છે.

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે અને તેની સાથે જ રોહિત અને કંપની હવે જીતના નવા સપના સાથે T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ઉતરશે. સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયાનું સપનું ૨૦૧૩ પછી પ્રથમ આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનું છે. આ ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત ટીમ છે. ટીમના ૧૫ ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પ્રવાસ ૫ જૂનથી શરૃ થશે. પ્રથમ મેચ ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે. ૯ જૂને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

આ પછી ૧૨મી જૂને અમેરિકા અને ૧૫મી જૂને કેનેડા સામે મેચ રમાશે. T૨૦ વર્લ્ડ કપમાં સુપર ૮ મેચ ૧૯ જૂનથી શરૃ થશે. સેમી ફાઈનલ ૨૭ જૂને અને ફાઈનલ ૨૯ જૂને રમાશે.