ટીબીઓ ટેક લિમિટેડનો આઇપીઓ 8 મે, 2024ના રોજ ખૂલશે

ટીબીઓ ટેક લિમિટેડનો આઇપીઓ 8 મે, 2024ના રોજ ખૂલશે
ટીબીઓ ટેક લિમિટેડનો આઇપીઓ 8 મે, 2024ના રોજ ખૂલશે

ટીબીઓ ટેક લિ. બધવાર તા.8ના રોજ ઇક્વીટી શેર્સનો તેનો આઇપીઓ માટે બિડ ખોલશે. ઓફર શુક્રવાર તા.10ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ મંગળવાર તા.7ના રોજ રહેશે.

ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વીટી શેર દીઠ રૂા.875 થી રૂા.920 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

400 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇસ્યુ અને 12,508,797 સુધીના ઇક્વિટી શેર્સના કેટલાક શેરધારકો દ્વારા વેચાણની ઓફર થાય છે. કંપની ઓફરના ફ્રેશ ઇસ્યુ પોર્શનમાંથી મળેલી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. (1) નવા ખરીદકર્તાઓ અને સપ્લાયર્સ દ્વારા પ્લેટફોર્મને વધારવા તથા મજબૂત કરવા જેમાં સમાવેશ થાય છે.

(એ) કંપની દ્વારા ટેકનોલોજી અને ડેટા સોલ્યુશનમાં રોકાણ માટે રૂા.135 કરોડ (બી) માર્કેટીંગ અને પ્રમોશનલ એક્ટિવીટીઝ દ્વારા પ્લેટફોર્મ યુઝર્સના ઓનબોર્ડિંગ માટે તથા ભારતની બહાર સપ્લાયર અને બાયર્સને વધારવા માટે સેલ્સ અને કોન્ટ્રાક્ટીંગ કર્મચારીઓની ભરતી માટે તેની મટિરિયલ સબસિડિયરી ટેક ટ્રાવેલ્સ ડીએમસીસીમાં રોકાણ માટે રૂા.100 કરોડ (સી) ભારતમાં સંસ્થાની વિકાસ યોજનાઓને સમર્થન આપવા માટે સેલ્સ, માર્કેટીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂા.25 કરોડનું રોકાણ અને (2) અજાણ્યા ઇનઓર્ગેનિક હસ્તાંતરણો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂા.40 કરોડ.