કેનેડામાં છાત્રો હવે સપ્તાહમાં 24 કલાક જ કામ કરી શકશે

કેનેડામાં છાત્રો હવે સપ્તાહમાં 24 કલાક જ કામ કરી શકશે
કેનેડામાં છાત્રો હવે સપ્તાહમાં 24 કલાક જ કામ કરી શકશે

કેનેડામાં ભારતીય સહિત અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. કેનેડા સરકારે તેમના ભણતરની સાથે સાથે થતી કમાણી પર કાતર ફેરવી દીધી છે. મતલબ કે કેમ્પસમાં અભ્યાસ બાદ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરી નાખ્યો છે. કેનેડાના નવા નિયમો મુજબ હવે સપ્ટેમ્બર મહિનાથી દર સપ્તાહ 24 કલાક જ પરિસરની બહાર કામ કરવા માટે મળશે.

વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકારે દેશમાં કામદારોની કમીને પુરી કરવા માટે કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય છાત્રો માટે કામના કલાકોની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે માફ કરી દીધી હતી જેના કારણે છાત્ર દર સપ્તાહે 20 કલાકથી વધુ લગભગ 40 કલાક ફુલટાઈમ કરી રહ્યા હતા અને એથી વધારાની કમાણી કરી રહ્યા હતા. અહેવાલો મુજબ આ મંગળવારથી પુરી થઈ હતી.

કેનેડીયન એલાયન્સ ઓફ સ્ટુડન્ટસ એસોસીએશન (સીએએસએ)ના એડવોકેસી નિર્દેશક માટે સલમાસીએ જણાવ્યું હતું કે, આ જાહેરાતથી 2 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય છાત્રોને દર વર્ષે પોતાના ખિસ્સાથી સરેરાશ ઓછામાં ઓછા 5 હજાર ડોલર અર્થાત 4.17 લાખ રૂપિયાનું નુકસાન થશે.