ભુજમાં પાડોશીઓ વચ્ચે ડખામાં એસિડ ભરેલી ડોલ ઉડાડતાં ત્રણ દાઝ્યા

પાડોશીઓ વચ્ચે ડખામાં એસિડ ભરેલી ડોલ ઉડાડતાં ત્રણ દાઝ્યા
પાડોશીઓ વચ્ચે ડખામાં એસિડ ભરેલી ડોલ ઉડાડતાં ત્રણ દાઝ્યા

ભુજના સરપટ નાકા બહારના વિસ્તારમાં ભગતવાડીમાં ઘેર લગ્ન પ્રસંગ દરમ્યાન પડોશીના દીકરાને ગલીમાં સ્કૂટર ધીમું ચલાવવાનું કહેતા બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બી ડીવી. પોલીસમાં આ બાબતે અખ્તર અબ્દુલ ભટ્ટીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ઘેર લગ્ન પ્રસંગ દરમ્યાન બહાર બાળકો રમતા હોઈ તેમણે પાડોશી આદમ અજીજ ખત્રીને શેરીમાં સ્કૂટર ધીમું ચલાવવા કહ્યું હતું. 

         થોડીવાર બાદ ઉશ્કેરાયેલા આદમ ની સાથે તેના પિતા અઝીઝ ખત્રી, ભાઈ ઇબ્રાહિમ અને તેના કાકા સહિત ચારથી પાંચ અન્ય શખ્સો ત્યાં આવ્યા હતા અને ઘર બહાર બેઠેલા તેમના પરિવારજનો ઉપર ડોલ, જગ માંથી એસિડ ભરેલ જલદ પ્રવાહી ઉડાડી ધોકા, ટામી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

     આ બનાવમાં ફરિયાદીના પરિવારજનોમાં ૯ જણા ઘાયલ થયા હતા જેમાં ત્રણ થી ચાર દાઝ્યા હતા. સામે પક્ષે આદમ અબ્દુલ ખત્રીએ પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટુ વ્હીલર બાબતે થયેલ ઝઘડા અંગે સમજાવટ કરવા ગયા ત્યારે અસગર ભટ્ટી, અખ્તર, અરમાન સહિત પાંચ જણાં એ તેમના અને તેમની સાથે રહેલ અન્ય પરિવારજનો ઉપર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી અને અટકાયત શરૂ કરી છે.