માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે- પાણી કેટલું શુદ્ધ છે

માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે- પાણી કેટલું શુદ્ધ છે
માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે- પાણી કેટલું શુદ્ધ છે

આપણે કેટલું શુદ્ધ પાણી પી રહ્યા છીએ તે હવે આઈઆઈટીની આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ એઆઈ ટેકનીક આધારિત એક ડિવાઈસ તરત બતાવી દેશે. સંસ્થાના સ્ટાર્ટઅપ કલુકસે એક એવું યંત્ર વિકસીત કર્યું છે, જે માત્ર 30 સેકન્ડમાં બે ટીપા પાણીનો સ્વાસ્થ્ય રિપોર્ટ બતાવી દેશે.

આ યંત્ર પાણીના પી.એચ.સ્તર ઉપરાંત હાર્ડનેસ, ઈલેકટ્રીકલ કન્ડકટીવીટી, ટીડીએસ, લેડ-હેવી મેટલ, ટર્બિડીટી, જેવા શુદ્ધ પાણી સાથે જોડાયેલા બધા સ્ટાન્ડર્ડનો રિપોર્ટ આપશે. આ ડિવાઈસ પુરી રીતે પોર્ટેબલ છે, જેથી તેને કયાંય પણ લઈ જવું સરળ છે, દૂષિત પીવાના પાણીથી અનેક બીમારીઓ ઝડપથી પગ પસારી રહી છે.

આપણે જે પાણી પી રહ્યા છીએ તે કેટલું શુદ્ધ છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. જો કે પાણીની તપાસ થાય છે પણ તેનો રિપોર્ટ કેટલાય દિવસે મળે છે. આ ડિવાઈસ માત્ર 30 સેકન્ડમાં બટન દબાવતા જ પાણીનો પુરો રિપોર્ટ આપે છે.

મોબાઈલ ફોન પર પણ રિપોર્ટ મળી શકશે. આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર રોબિનસિંહ છે. કંપનીના ચીફ રેવન્યુ ઓફ વીર રાજેશકુમારે જણાવ્યું હતું કે કંપનીની જલશક્તિ મંત્રાલય સાથે સમજુતી થઈ રહી છે. જેથી રિયલ ટાઈમ રિપોર્ટ કન્ટ્રોલ રૂમ સુધી પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, હેવી મેટલ યુક્ત પાણીથી યકૃત, કિડની આંતરડામાં ક્ષતિ, એનીમિયાની બીમારી અને ઉચ્ચ પીએચ પાણીથી ત્વચા રોગ અને પેટના રોગનો ખતરો રહે છે.