સેન્સેક્સ 990 પોઇન્ટ ઉછળ્યો

સેન્સેક્સ 990 પોઇન્ટ ઉછળ્યો
સેન્સેક્સ 990 પોઇન્ટ ઉછળ્યો

મુંબઇ શેરબજારમાં પ્રિ-ઇલેકશન રેલી હોય તેમ આજે નવા સપ્તાહના પ્રારંભે જ હેવીવેઇટ શેરોમાં ધુમ લેવાલી સેન્સેક્સમાં 990 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે સેન્સેક્સ  74000ની પાર કરી ગયો હતો. 

શેરબજારમાં આજે માનસ તેજીનું હતું શરુઆત સાવચેતીના ટોને થઇ હતી પરંતુ ત્યારબાદ તુર્ત જ પસંદગીના ધોરણે ધૂમ લેવાલી નિકળતા તેજીનો વળાંક આવી ગયો હતો. ભારતમાં આજથી વિકાસદર ઉંચો રહેવાના આશાવાદ જેવા કારણોની સારી અસર થઇ હતી.

જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીમાં ફરી મોદી સત્તા પર આવવાના તથા રાજકીય સ્થિરતા યથાવત રહેવા સાથે આર્થિક ઉદારીકરણ  આગળ ધપવાના આશાવાદનો સંગીન પડઘો રહ્યો છે. 

શેરબજારમાં આજે એક્સીસ બેંક, બજાજ ફાયનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસી બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, નેસ્લે, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટેક મહિન્દ્ર, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ઇરડા જેવા શેરો ઉંચકાયા હતા જ્યારે એચસીએલ ટેકનો, મારૂતી, એપોલો હોસ્પીટલ, બજાજ ઓટો, બીએસઇ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 990 પોઇન્ટના ઉછાળાથી 74684 હતો જે ઉંચામાં 74721 તથા નીચામાં 73922 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ નીફટી 226 પોઇન્ટ ઉંચકાઇને 22646 હતો જે ઉંચામાં 22655 તથા નીચામાં 22441 હતો. બીએસસીમાં આજે 4072માંથી 2016 શેરોમાં સુધારો હતો. 280 વર્ષની નવી ઉંચાઇએ પહોંચ્યા હતા ત્યારે 431માં તેજીની સર્કીટ હતી. બીએસસીનું માર્કેટ કેપ 406 લાખ કરોડને વટાવી ગયું હતું.