દેશની મુશ્કેલ ગણાતી આરઆઈએમસી પરિક્ષામાં ધ્રોલનો વિદ્યાર્થી કવોલીફાઈડ

દેશની મુશ્કેલ ગણાતી આરઆઈએમસી પરિક્ષામાં ધ્રોલનો વિદ્યાર્થી કવોલીફાઈડ
દેશની મુશ્કેલ ગણાતી આરઆઈએમસી પરિક્ષામાં ધ્રોલનો વિદ્યાર્થી કવોલીફાઈડ

રાષ્ટ્રીય ઇન્ડિયન મિલેટ્રી કોલેજ (દેહરાદૂન) જે સમગ્ર ભારતની ઈન્ડીયન ડિફેન્સ દ્વારા સંચાલિત ખુબજ પ્રતિષ્ઠીત અને રેકિંગ ધરાવતી નામાંકિત સંસ્થા છે. જેમાં પ્રવેશ મેળવવો એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. જે પરીક્ષામાં ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી ઉતીર્ણ થયો છે.

શ્રી બી. એમ. પટેલ રેઈન્બો પ્રાઈમરી સ્કુલ વાંકિયામાં ધોરણ 7 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નંદકુમાર કીરીટભાઈ વિરમગામાએ આ પ્રવેશ માટે દેશની સૌથી મુશ્કેલ ગણાતી આરઆઈએમસી પરીક્ષામાં કવોલીફાઈડ થયેલ છે. ગુજરાતમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયેલ છે. જે શાળા પરિવાર માટે સૌથી મોટી સિધ્ધી અને ગૌરવની બાબત છે. નંદકુમારની આ સફળતામાં સૌથી મોટું યોગદાન ઓમ ક્લાસિસ અને તેના સંચાલક હિતેશભાઈ મારવણીયાનું છે. શાળા પરિવાર હવે પછી પ્રવેશ માટે આગળના વાયવા અને મેડિકલ ટેસ્ટમાં નંદકુમાર સફળતા મેળવી ડિફેન્સમાં પોતાની ઉજવળ કેરીયર બનાવે તેવી સગા- સ્નેહી, શિક્ષકો, શુભેચ્છા પાઠવી છે.

સમગ્ર ભારતમાં કુલ 2851 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ હતી. જેમાંથી સમગ્ર દેશમાંથી કુલ 48 વિદ્યાર્થીઓ કવોલીફાઈડ થયેલ છે. ગુજરાતમાં માત્ર 1 વિદ્યાર્થી, જયારે સૌથી વધુ બિહાર અને ઉતરપ્રદેશમાંથી 7-7 વિદ્યાર્થીઓ પાસ થયા છે.