૨ યુવતી પર અને બીલખા આસપાસ સગીરા પર બળાત્‍કાર

૨ યુવતી પર અને બીલખા આસપાસ સગીરા પર બળાત્‍કાર
૨ યુવતી પર અને બીલખા આસપાસ સગીરા પર બળાત્‍કાર

 જૂનાગઢમાં ૨ યુવતી પર અને બીલખા આસપાસ સગીરા પર બળાત્‍કાર થયાની ૩ અલગ અલગ ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગઈકાલે રાત્રે દુષ્‍કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ૨૫ વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી તેણી પર જૂનાગઢમાં ગીરીરાજ સોસાયટી મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ આશિયાના સોસાયટીમાં પરાગ રમેશભાઈ ચાવડા નામના ઇસમે અવારનવાર દુષ્‍કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી હતી.

અન્‍ય એક ફરિયાદમાં રાજકોટની ૨૦ વર્ષની યુવતીને પણ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામના જીગર મહેશભાઈ પરમારે લગ્નની લાલચ આપી જુનાગઢમાં બીલખા રોડ પર આવેલ ધરાનગર વિસ્‍તારમાં ૩ ડિસેમ્‍બરથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન દુષ્‍કર્મ ગુજાર્યું હોવાની

ફરિયાદ યુવતીએ કરતા એ ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુષ્‍કર્મની બંને ફરિયાદની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી જે. કે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્‍ય એક દુષ્‍કર્મનો કિસ્‍સો બીલખા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયો હતો. જેમાં સગીરા પર અજાણ્‍યા ઇસમે બીલખા આજુબાજુના ગામની સીમમાં છ મહિના અગાઉ દુષ્‍કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત રાત્રે થતા બીલખા પોલીસે અજાણ્‍યા ઈસમ સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ મહિલા યુનિટ જૂનાગઢના ઇન્‍ચાર્જ પીઆઇ એન. એલ. પાંડોર ચલાવી રહ્યા છે.