પાસે ડમ્‍પર પાછળ બીજુ ડમ્‍પર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નિપજયું હતું.

પાસે ડમ્‍પર પાછળ બીજુ ડમ્‍પર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નિપજયું હતું.
પાસે ડમ્‍પર પાછળ બીજુ ડમ્‍પર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નિપજયું હતું.

શાપર-વેરાવળ પાસે ડમ્‍પર પાછળ બીજુ ડમ્‍પર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નિપજયું હતું. પ્રાપ્‍ય વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે નેશનલ હાઇવે ઉપર શાપર પુલ ઉતરતા ગોદાવરી ગેઇટની સામે ગઇકાલે ડમ્‍પર ટ્રક નં. જીજે-૧ર બી. વાય. ૯૩પ૪ ઉભુ હતું ત્‍યારે પાછળથી આવતુ ડમ્‍પર ટ્રક નં. જીજે-૦૩-બી.ઝેડ ૭૬૦૬ ઘુસી જતા ડ્રાઇવર રમેશભાઇ સરદારભાઇ પટેલીયા રે. મુળ મિથાલી તા. શહેરા જી. પંચમહાલને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ મનીષભાઇએ ડમ્‍પર ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.